PMJAYમાં નિયમભંગ સબબ રાજકોટ શહેરની 8 ખાનગી હોસ્પિટલોને મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મસમોટા દંડ ફટકારવામાં આવ્યા છે. જે હોસ્પિટલોને દંડ ફટારવામાં આવ્યા છે, એમાં જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ, ગોકુલ લાઈફ કેર હોસ્પિટલ, આશીર્વાદ હોસ્પિટલ, પ્લેક્સસ હોસ્પિટલ, ગિરિરાજ હોસ્પિટલ, એચ જે દોશી હોસ્પિટલ, એચસીજી હોસ્પિટલ, શાંતિ મલ્ટી હોસ્પિટલનો સમાવેશ થાય છે. આ આઠમાંથી જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ અને ગોકુલ લાઈફ કેર હોસ્પિટલને બે કેસમાં પેનલ્ટી ફટકારામાં આવી છે.
ઓર્થોપેડિક અને પોલીટ્રોમાના કેસો અંતર્ગત પણ પેનલ્ટી કરવામાં આવી
ફેબ્રુઆરીથી ઓક્ટોબર દરમિયાન આ હોસ્પિટલોમાં PMJAY હેઠળ સારવાર લેતા દદીઓ કે એમના પરિજનો તરફથી વિવિધ પ્રકારની ફરિયાદો મળી હતી. જેમાં હેમ પોર્ટલ પરથી સર્જનનું નામ હટાવી દેવા છતાં તેમના દ્વારા કેસની સર્જરી, ફીડબેક કોલમાં લાભાર્થીના નિવેદનના આધારે લાભાર્થી પાસેથી દવા પેટે પૈસા વસૂલ કરવા સહિતના કારણોનો સમાવેશ થાય છે. ઉપરાંત જોઈન્ટ રિપ્લેસમેન્ટની સાપેક્ષમાં કરવાના થતાં ઓર્થોપેડિક અને પોલીટ્રોમાના કેસો અંતર્ગત પણ પેનલ્ટી કરવામાં આવી છે.













