વર્ષ 2025 ટેલિવિઝન અને મીડિયા માટે સમાચારોથી ભરેલું રહ્યુ હતુ. ડોનાલ્ડ ટ્રમ્પના 47મા અમેરિકન રાષ્ટ્રપતિ બનવાથી લઈને પોપ ફ્રાન્સિસના નિધન સુધી, આ ઘટનાઓએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું. ભારત–પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ, એર ઈન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટના અને ઓઝી ઑસ્બોર્ન તથા હલ્ક હોગન જેવા દિગ્ગજ હસ્તીઓના અવસાન પણ ચર્ચામાં રહ્યા.


આ વર્ષની 5 ધમાકેદાર ખબરોના ફ્લેશબેકમાં આવો જાણીએ કે કેવી રીતે આ ઘટનાઓએ દુનિયાને ચોંકાવી. 20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણથી લઈને 19 જાન્યુઆરીએ TikTok પર લાગેલા પ્રતિબંધ સુધી, આ એવી ખબરો હતી જેણે સૌનું ધ્યાન ખેંચ્યું.

જસ્ટિન ટ્રૂડોની રાજીનામું

ભારત સાથે સંબંધો બગાડનાર કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ 6 જાન્યુઆરી 2025ના રોજ પોતાના પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી. નવા નેતાની પસંદગી સુધી તેઓ કાર્યકારી પ્રધાનમંત્રી તરીકે પદ પર રહ્યા. વર્ષ 2015માં જસ્ટિન ટ્રૂડો પ્રથમ વખત કેનેડાના પીએમ બન્યા હતા. તેમના પિતા પણ કેનેડાના પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે. કેનેડામાં વધતી મહંગાઈ બાદ જસ્ટિન ટ્રૂડોની લોકપ્રિયતામાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

અમેરિકા માં TikTok પર પ્રતિબંધ

અમેરિકન TikTok યુઝર્સ માટે 19 જાન્યુઆરી એક ચોંકાવનારી તારીખ બની. અમેરિકન પ્રશાસને જાન્યુઆરીમાં TikTok પર પ્રતિબંધ મૂકી દીધો. આ નિર્ણયથી 170 મિલિયનથી વધુ યુઝર્સ પ્રભાવિત થયા.

મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપથી વિનાશ

28 માર્ચે મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા વિનાશક ભૂકંપે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું. દેશના મોટા ભાગના વિસ્તારો ભૂકંપથી અસરગ્રસ્ત થયા, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે નુકસાન થયું. ઇમારતો ધરાશાયી થઈ અને સૈંકડો લોકોએ જીવ ગુમાવ્યો. રિક્ટર સ્કેલ પર 7.7 તીવ્રતાના આ ભયાનક ભૂકંપમાં મ્યાનમારમાં મૃત્યુઆંક 1700 સુધી પહોંચ્યો. ઉપરાંત 3,408 લોકો ઘાયલ થયા અને 139 લોકો લાપતા હોવાનું જણાવાયું.

સ્કાઇપ શટડાઉન

લગભગ 22 વર્ષ સુધી દુનિયાભરના લોકોને જોડ્યા બાદ, 5 મેના રોજ સ્કાઇપ બંધ થઈ ગયું. ઇન્ટરનેટ કમ્યુનિકેશનના પ્રારંભિક પ્લેટફોર્મ્સમાંનું એક ગણાતું સ્કાઇપ બંધ થવાથી એક યુગનો અંત આવ્યો. 2003માં લોન્ચ થયેલું સ્કાઇપ ઝડપથી ફ્રી વોઇસ અને વિડિયો કોલ માટેનું ક્રાંતિકારી સાધન બની ગયું હતું. 2010ના દાયકાના મધ્યમાં તેના પીક સમયમાં તેના પાસે 300 મિલિયનથી વધુ માસિક યુઝર્સ હતા.

ઓસ્ટ્રેલિયામાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ

10 ડિસેમ્બર 2025ના રોજ ઓસ્ટ્રેલિયા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર વિશ્વનું પ્રથમ દેશ બન્યું. આ કાયદા હેઠળ બાળકોના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ, TikTok અને X (ટ્વિટર) જેવા પ્લેટફોર્મ્સ પરના એકાઉન્ટ્સ બંધ કરી દેવામાં આવ્યા.

આ પણ વાંચોઃ ગુજરાત પોલીસનું ઓપરેશન મ્યુલ હન્ટ..489ની ધરપકડ, 1,708 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ


  • Follow us on: