વર્ષ 2025 સમાપ્ત થવાને આરે છે. એવામાં આખા વર્ષમાં જોબ માર્કેટ અને સેલરી ગ્રોથને લઇને કયુ સેક્ટર ખૂબ જ ટ્રેન્ડમાં રહ્યુ એ જાણવુ ખૂબ જ જરૂરી છે. જેથી આવનારાં વર્ષમાં પણ યુવાઓ, મહિલાઓ,સ્કિલ્ડ અને અનસ્કિલડ લોકો વધારે ધ્યાન કેન્દ્રીત કરી શકે.


2025માં ભારતનુ જોબ માર્કેટ સ્થિર અને ગ્રોથ ઓરિએન્ટેડ રહ્યુ છે.પરંતુ ગ્લોબલ ઇકોનોમિક અનિશ્ચિતતાઓ અને AIના વધતા પ્રભાવથી સેલરી હાઇક્સમાં અનેક સતર્કતા જોવા મળી છે. તમામ એજન્સીઓ અને મીડિયાના રિપોટ્સ અનુસાર જો વાત કરીએ તો...

સરેરાશ સેલરી હાઇકઃ

આખા ભારતમાં સરેરાશ 9.2 ટકાથી 9.5 ટકા વચ્ચે રહેવાની અપેક્ષા છે. જે 2024ના 9.3 થી 9.6 ટકાની સરખામણીમાં થોડું ઓછું અથવા સ્થિર છે.

જ્યારે પ્રમોશન પર હાઇકઃ 20 થી 30 ટકા રહ્યુ.

નીશ સ્કિલ્સ અને લીડરશિપ રોલ્સ પરઃ 30 થી 40 ટકા સુધીનો હાઇક સંભવ

જોબ ગ્રોથઃ હાયરિંગ વધી રહી છે, ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ, હેલ્થકેર અને ટેક્નોલોજી સેક્ટર્સમાં. GCCs (Global Capability Centres) અને EVsમાં ઝડપી વૃદ્ધિ.

એટ્રિશન રેટ ઘટીને આશરે 17% ની આસપાસ રહ્યો છે.

કયા સેક્ટરમાં સૌથી વધુ હાઇક?

2025માં સૌથી વધુ સેલરી ઇન્ક્રિમેન્ટ્સ તે સેક્ટર્સમાં છે જે આર્થિક વૃદ્ધિ, સરકારી પહેલો અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનથી પ્રેરિત છે.

IT સેક્ટર સૌથી ઓછા હાઇક્સ: સરેરાશ 7–9.6%

કારણો: વૈશ્વિક મંદી, AI ઑટોમેશન અને કોસ્ટ કંટ્રોલ.

પરંતુ AI/ML, Cybersecurity જેવા સ્પેશલાઇઝ્ડ રોલ્સમાં 15–30%+ પ્રીમિયમ.

AI/ML જોબ્સની ડિમાન્ડ સૌથી વધુ ઊંચી રહી.

સેલરી રેન્જ: ₹8–15 LPA (એન્ટ્રી લેવલ) થી ₹30–50 LPA સુધી. આ રોલ્સ સૌથી વધુ પ્રીમિયમ કમાન્ડ કરે છે.

સેક્ટર વાઇઝ રેસરીમાં હાઇક

EV અને EV ઇન્ફ્રાસ્ટ્રક્ચરઃ 11.3%

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ / રિટેલઃ 10.7–10.9%

ઓટોમોટિવ / વ્હીકલ મેન્યુફેક્ચરિંગઃ 10.2–10.5%

એનર્જી / એન્જિનિયરિંગ ડિઝાઇનઃ10.2–10.9%

NBFCs / રિયલ એસ્ટેટ / ઇન્ફ્રાઃ 10–10.9%

ફાર્મા / લાઇફ સાયન્સિસ / હેલ્થકેરઃ 9.5–10%

ફાઇનાન્શિયલ સર્વિસિસ (BFSI / Fintech) 9–10%

2025માં જોબ અને સેલરી સંબંધિત અન્ય ટ્રેન્ડ્સ

હાઇ-ડિમાન્ડ સ્કિલ્સ: AI, ML, ક્લાઉડ, Cybersecurity, ડેટા એનાલિટિક્સ અહીં હાઇક્સ અને જોબ સ્વિચ પર 20–40% જમ્પ.

ફંક્શનલ એરિયાઝ: સેલ્સ/માર્કેટિંગ (9.9%), એન્જિનિયરિંગ (9.5%)માં સૌથી વધુ.

જોબ સ્વિચ: હજી પણ 80%+ કર્મચારીઓ વધુ સેલરી અને ગ્રોથ માટે સ્વિચ કરવાની યોજના બનાવી રહ્યા છે.

રીજન: બેંગલુરુ, હૈદરાબાદ, પુણે જેવી ટિયર-1 સિટીમાં ઊંચી સેલરી; ટિયર-2 સિટીમાં ઝડપી વૃદ્ધિ.

ડિસ્કલેમરઃ આ દરેક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આની કોઇ પુષ્ટિ નથી કરતુ.

આ પણ વાંચોઃ દુનિયાના ખૂણ ખૂણેથી સૌથી વધારે સર્ચ કરાઇ ભારતની આ જગ્યા, ખાસ રહ્યુ કારણ! વધુ સર્ચ કરાયેલા શહેર વર્ષ 2025ની મોસ્ટ


  • Follow us on: