ગૂગલ દર વર્ષના અંતમાં સૌથી વધારે સર્ચ થનારી વસ્તુઓનુ લિસ્ટ બહાર પાડે છે. વર્ષ 2025ની મોસ્ટ સર્ચ ડેસ્ટિનેશન લિસ્ટ જાહેર થઇ ચૂક્યુ છે. આ વર્ષે દુનિયાભરમાં સૌથી વધારે સર્ચ કરવા વાળુ શહેર બન્યુ છે ભારતનુ પ્રયાગરાજ શહેર,પ્રયાગરાજ ઉત્સાહીઓ માટે એક મુખ્ય પર્યટન સ્થળ હતું, જેનું કારણ હતું Maha Kumbh 2025.
પ્રયાગરાજ
મહાકુંભ 2025નુ શાનદાર આયોજન પ્રયાગરાજમાં જ કરવામાં આવ્યુ હતુ. મહાકુંભનુ આયોજન 13 જાન્યુઆરી 2025થી 26 ફેબ્રુઆરી 2025 સુધી આયોજિત કરવામાં આવ્યુ હતુ. 45 દિવસ સુધી ચાલેલા આ ધાર્મિક પર્વને કારણે દુનિયાભરમાં પ્રયાગરાજની ચર્ચા એ પ્રકારે ચાલી કે હર કોઇ વ્યક્તિ તેનો અનુભવ કરવા ઇચ્છતો હતો, આને 2025માં સૌથી ટોપ પર સર્ચ થયેલુ પ્લેસ હોય તો એ છે પ્રયાગરાજ....
Philippines
Philippines પોતાના સુંદર બીચ, સ્પષ્ટ પાણી અને બજેટ ફ્રેન્ડલી ટ્રાવેલ ઓપ્શનને કારણે ભારતીય પર્યટકો વચ્ચે ઝડપથી લોકપ્રિય થઇ રહ્યુ છે. Boracay અને Palawan જેવા આઇસલેન્ડ ખાસ આકર્ષણ છે. સરળ વિઝા પ્રોસેસ અને સસ્તા પેકેજોએ તેને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ટોચની પસંદગી બનાવી છે.
Georgia
Georgia યુરોપિયન ફિલ આપનારો દેશ છે. પહાડ, ઐતિહાસિક શહેર, વાઇન કલ્ચર અને સસ્તા હોટ્લ્સ આને વધુ ખાસ બનાવે છે. Tbilisiની ગલીઓ અને કાઝબેગીની ખીણો પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે, તેથી જ તેની શોધ ઝડપથી વધી.
Mauritius
Mauritius હનીમૂન અને લગ્ઝરી વેકેશન માટે હંમેશાથી પસંદગીનુ ડેસ્ટિનેશન રહ્યુ છે. અહિંયા સાફ બીચ, બ્લુ લેગૂન, વોટર સ્પોર્ટ્સ અને શાનદાર રિસોટ્સ ટુરિસ્ટને આકર્ષિક કરે છે. ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયા અને ડાયરેક્ટ ફ્લાઇટ્સની સુવિધાએ પણ તેની લોકપ્રિયતાને વધારી છે.
Kashmir
Kashmir એ ધરતીનુ જન્નત કહેવામાં આવે છે અને આ નામ તેને પૂરી રીતે સૂટ પણ કરે છે. બરફથી ઢંકાયેલા પહાડ, ડલ ઝરણાં, શિકારાઓ અને ગુલમર્ગ જેવા હિલ સ્ટેશન દરેકનુ દિલ જીતી લે.
Phuket
Phuket થાઇલેન્ડનુ સૌથી પોપ્યુલર ટુરિસ્ટ સ્પોટ છે. અહિંયાની નાઇટલાઇફ, બીચ પાર્ટી, આઇલેન્ટ ટૂર અને સ્ટ્રીટ ફુડ ટ્રાવેલર્સ ખૂબ જ આકર્ષિત કરે છે. બજેટમાં ઇન્ટરનેશન ટ્રિપ ઇચ્છો છો તો તમે પુકેત જઇ શકો છો. આ જ કારણે તે ટ્રેન્ડમાં છે.
Maldives
Maldives લગ્ઝરી વેકેશનનુ બીજી નામ બની ચૂક્યુ છે. ઓવરવોટર વિલા, પ્રાઇવેટ બીચ અને ક્રિસ્ટલ ક્લિયર વોટર આને ખાસ બનાવે છે. કપલ્સ અને હનીમૂન ટ્રાવેલર્સ વચ્ચે તેની ડિમાન્ડ સૌથી વધુ રહે છે. ડાયરેક્ટ ફ્લાઇટ અને સોશિયલ મીડિયા રીલ્સે તેમના સર્ચને વધારી છે.
Somnath
Somnath જર્યોતિલિંગ આસ્થાનુ મોટુ કેન્દ્ર છે. ભગવાન શિવના આ પવિત્ર ધામમા દરેક વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચે છે. ધાર્મિક પર્યટનમાં વધતી રૂચિ અને વધારે ઇન્ફ્રાસ્ટ્રકચરને કારણે Somnath આ વર્ષે વધાકે સર્ચ કરનાર ઘરેલુ ડેસ્ટિનેશનમાં સામેલ રહ્યુ.
Pondicherry
Pondicherry તેની ફ્રેન્ચ આર્કિટેક્ચર, શાંત બીચ અને સુકૂનભર્યા વાતાવરણ માટે જાણીતું છે. આ જગ્યા તેમને વધુ પસંદ આવે છે જેઓ ભીડથી દૂર શાંતિ શોધે છે. કેફે કલ્ચર, સાયકલ રાઇડ્સ અને યોગ સેન્ટર્સ પોંડીચેરીને પરફેક્ટ વીકએન્ડ ગેટઅવે બનાવે છે.
આ પણ વાંચોઃ હુમલાને લઇને ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી સાથે એસ જયશંકરે કરી વાત, જાણો શું વાત થઇ?