ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ક્ષેત્રમાં 2025નું વર્ષ મહત્વનું રહ્યું હતું. આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ લાલો ક્રિષ્ના સદા સહાયતે એ રેકોર્ડ બ્રેક હિટ બની હતી અને આ સિદ્ધી ગુજરાત ફિલ્મ ઉદ્યોગ માટે અવિસ્મરણિય છે. બીજી તરફ ગુજરાતી ફિલ્મ વશ ને 71માં રાષ્ટ્રિય ફિલ્મ એવોર્ડંમાં શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો તો આ વર્ષે જ 2025નો ફિલ્મ ફેર એવોર્ડ પણ ગુજરાતમાં યોજાયો હતો.

લાલો ફિલ્મ પહેલાથી જ એક સર્વકાલીન બ્લોકબસ્ટર બની

આ પહેલી વાર બન્યું છે જ્યારે કોઈ ગુજરાતી ફિલ્મે બધાને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ તરફ આકર્ષિત કર્યા છે. 47 દિવસ પછી, લાલો ફિલ્મએ 76.55 કરોડ રૂપિયાની આશ્ચર્યજનક કમાણી કરી હતી જે ફક્ત સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ જ નહીં પરંતુ 2025 ની 36મી સૌથી મોટી ભારતીય હિટ ફિલ્મ તરીકે રાષ્ટ્રીય ચાર્ટમાં પણ પ્રવેશ કર્યો છે. 50 લાખ રૂપિયાના સાધારણ બજેટમાં બનેલી આ ફિલ્મ પહેલાથી જ એક સર્વકાલીન બ્લોકબસ્ટર બની ગઈ છે.

ગુજરાતી સુપરનેચરલ થ્રિલર ફિલ્મ 'વશ'ને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર

બીજી તરફ દિલ્હીમાં યોજાયેલા 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ગુજરાતી સુપરનેચરલ થ્રિલર ફિલ્મ 'વશ'ને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ફિલ્મના દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિકને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ સન્માન પ્રાપ્ત થયું હતું. આ ફિલ્મમાં હિતેન કુમાર, જાનકી બોડીવાલા, નીલમ પંચાલ અને હિતુ કનોડિયા મુખ્ય ભૂમિકાઓમાં છે. આ વાર્તા એક એવા પરિવારની આસપાસ ફરે છે જેનો સામનો એક રહસ્યમય માણસ સાથે થાય છે જેની કાળી શક્તિઓ તેમના જીવનમાં વિક્ષેપ પાડે છે, જેના કારણે ભયાનક ઘટનાઓની શ્રેણી શરૂ થાય છે. ફિલ્મની સફળતાને કારણે તેની હિન્દી રિમેક, શૈતાન (૨૦૨૪) પણ બની હતી, જેમાં અજય દેવગણ, આર માધવન અને જ્યોતિકા અભિનીત હતી, જેણે મૂળ ગુજરાતી ફિલ્મ પર વ્યાપક ધ્યાન ખેંચ્યું. આ ફિલ્મની સિક્વલ 'વશ: લેવલ ૨' પણ બની, જે પણ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

ગુજરાતી સિનેમાએ 2025માં નવી ઊંચાઈઓ હાંસલ કરી

ગુજરાતી સિનેમાએ 2025માં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. તેણે બોક્સ ઓફિસ પર 103 કરોડ રૂપિયાનો ગ્રોસ બનાવ્યો છે, તેમજ 1 કરોડ ફૂટફોલ્સનો સીમાચિહ્ન પણ બનાવ્યો છે, જેમાં હજુ એક ક્વાર્ટર બાકી છે,

અમદાવાદ ખાતે 70માં ફિલ્મ ફેર એવોર્ડસ 2025નું આયોજન

ઉપરાંત આ વર્ષે પણ ગુજરાતમાં અમદાવાદ ખાતે 70માં ફિલ્મ ફેર એવોર્ડસ 2025નું આયોજન થયું હતું જેમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગની અનેક જાણિતી હસ્તીઓ અમદાવાદમાં ઉમટી પડી હતી.

2025 ગુજરાતની ફિલ્મ ઉદ્યોગ માટે એક મહાન વર્ષ રહ્યું

ટૂંકમાં 2025 ગુજરાતની ફિલ્મ ઉદ્યોગ માટે એક મહાન વર્ષ રહ્યું હતું. કેટલીક ફિલ્મોએ રેકોર્ડ બનાવ્યો હતો તો કેટલીક ફિલ્મોએ રાષ્ટ્રીય એવોર્ડ જીત્યા હતા. મોટી બોક્સ ઓફિસ સિદ્ધિઓ હાંસલ કરતી અને ફિલ્મ ફેર ઇવેન્ટ્સ જેવી મોટી ઇવેન્ટનું આયોજન પણ ગુજરાતમાં થયું હતું. જે ભવિષ્યમાં ગુજરાતી સિનેમા માટે વધારે તકો અને આંતરરાષ્ટ્રીય ઓળખનો માર્ગ ખોલે છે.


આ પણ વાંચો----   Bhavnagarમાં 6 દિવસ પહેલા અકસ્માત સર્જનાર સગીર ચાલકના પિતાની નીલમબાગ પોલીસે કરી ધરપકડ