અમદાવાદ શહેરમાં પીસીબી પોલીસની વર્ષ દરમિયાન સારી કામગીરી સામે આવી છે, જેમાં પીસીબી એક એવી એજન્સી છે જે શહેરના પોલીસ કમિશનરની સીધી નજર હેઠળ કામ કરતી હોય છે, દારૂ,જુગાર, હુક્કાબાર, તડીપાર જેવી અલગ-અલગ કામગીરી આ એજન્સી દ્વારા કરવામાં આવતી હોય છે.


વર્ષ 2025માં નવેમ્બર મહિના સુધી પીસીબીએ 1006 આરોપીને તડીપાર કર્યા છે

અમદાવાદ શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં માથાભારે શખ્સો કે જેના કારણે લોકો ડરતા હોય છે અને આવા શખ્સો સામે અમદાવાદ શહેર પોલીસ પણ ગુનો નોંધતી હોય છે અને બે કરતા વધુ ગુના નોંધાય અથવા તો વારંવાર ગુના કરતા ડરતા ના હોય તેવા શખ્સોને તડીપાર કરવામાં આવે છે, ગુજરાત સિવાય બહારના જિલ્લામાં આ શખ્સોને તડીપાર કરવામાં આવતા હોય છે, ત્યારે અમદાવાદ શહેર પીસીબી દ્વારા વર્ષ 2025 નવેમ્બર સુધી કુલ 1006 આરોપીને તડીપાર કર્યા છે. જેમાં જુન મહિનામાં સૌથી વધુ 126 આરોપીને તડીપાર કર્યા છે.


નવેમ્બર 2025 એટલે કે 2 થી 6 ડિસેમ્બર 2025 સુધીમાં પીસીબીએ અમદાવાદના 9 પોલીસ સ્ટેશનમાં દારૂના અલગ-અલગ કેસ કર્યા છે

મહાનગરમાં પીસીબી એજન્સી પાસે અલગ-અલગ પાવર છે અને તેના આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અથવા તો આખા શહેરમાં પીસીબી કેસ કરતી હોય છે. ત્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં પીસીબીએ સપાટો બોલાવી દીધો છે અને અલગ-અલગ વિસ્તારમાં દેશી દારૂ અને વિદેશી દારૂના કેસ કર્યા છે. સાબરમતી, કાગડાપીઠ, નરોડામાં વિદેશી દારૂનો કેસ કરીને 2012 દારૂની બોટલ જપ્ત કરી છે, બીજી તરફ દરિયાપુર, નારોલ, નીકોલ, ખોખરા, વટવા, રીવરફ્રન્ટ ઈસ્ટમાં દેશી દારૂનો કેસ કરી 2800 વોશ લીટર દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.


બે મહિના અગાઉ અમદાવાદ PCBએ બે જગ્યાએથી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો

પીસીબી પીઆઈ જાડેજાને માહિતી મળી હતી કે, ઉસ્માનપુરા ગુજરાત વિદ્યાપીઠ સ્વિમિંગપુલની લગીમાં એક ક્રેટા કારમાં દારૂની બોટલો લાવવામાં આવી છે અને તેનું કટિંગ કરવામાં આવી રહ્યું છે. જેને પગલે પોલીસે દરોડા પાડીને ક્રેટા કારમાંથી 219 દારૂની બોટલ તથા ક્રેટા કાર જપ્ત કરી હતી. બીજી તરફ PCBની ટીમે ચાંદખેડા મોટેરા રોડ પરના નર નારાયણ પાર્ટી પ્લોટની ગલીમાંથી એક બિનવારસી જ્યુપીટર કબજે લીધું હતું. જેમાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

13 ઓકટોબર 2025ના રોજ ચાંદખેડામાં બુટલેગરના મકાનમાંથી પીસીબીએ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો

ચાંદખેડામાં ગુના નિવારણ શાખાના સ્ટાફે સ્થાનિક બુટલેગરના ઘરે દરોડો પાડીને છુપાવવામાં આવેલો રૂપિયા આઠ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ઝડપાયેલા બુટલેગરને દારૂ સપ્લાય કરનાર પોલીસથી બચવા માટે અમેરિકાના સીમકાર્ડનો ઉપયોગ કરતો હતો. અને 600 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.

29 માર્ચ 2025ના રોજ નિકોલમાં પીસીબીએ ઝડપ્યો હતો મોટી માત્રામાં દારૂ

અમદાવાદના નિકોલ વિસ્તારમાં પીસીબીએ દરોડા પાડીને કન્ટેનરમાંથી રૂપિયા 43 લાખ કરતા વધુનો અંગ્રેજી દારૂ ઝડપી પાડયો હતો, નિકોલની પોલીસ ઉંઘતી રહી અને અમદાવાદની પીસીબીએ દરોડા પાડયા બાદ નિકોલ પોલીસની ઉંઘ ઉડી હતી, દાસ્તાન સર્કલ પાસે કન્ટેનરમાંથી આ દારૂ ઝડપાયો હોવાની વાત સામે આવી હતી. 97 પેટીઓમાં ભરેલ વિદેશી દારુની નાની મોટી શીલબંધ બોટલો નંગ 18,300 મળી આવી હતી.

02 માર્ચ 2025ના રોજ સરખેજ વિસ્તારમાં પીસીબીએ હુક્કાબાર ઝડપયું હતુ

અમદાવાદના સરખેજ વિસ્તારમાં અમદાવાદ પીસીબીએ દરોડા પાડીને હુક્કાબાર ઝડપી પાડયું હતુ, જેમાં સરખેજમાં બ્રુ રોસ્ટ કાફેમાં ગેરકાયદેસર રીતે હુક્કાબાર ચાલતુ હતુ અને તેની પર પોલીસે દરોડા પાડયા હતા, કેસ કરીને સરખેજ પોલીસને આરોપી સોંપવામાં આવ્યા હતા અને જે તે સમયે સરખેજ પોલીસ અને પીસીબી આ મામલે તપાસ કરી રહી હતી.

16 સપ્ટેમબર 2025ના રોજ પીસીબીએ દરોડા પાડી જુગારધામ ઝડપ્યું હતુ

ઓગણજ ગામની સીમમાં આવેલા ગ્રીન વુડ રિસોર્ટ ખાતેના એક ગોડાઉનમાં પીસીબીએ દરોડા પાડી રોકડ સહિત 13.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જુગાર રમતા ઝડપાયેલા શખ્સોમાં લીલાપુર ગામના પૂર્વ સરપંચ વિરમજી ઠાકોરનો પુત્ર રાકેશ ઉર્ફે લાલો મુખ્ય આરોપી તરીકે સોલા પોલીસ સ્ટેશનના ચોપડે ચઢ્યો હતો.

06 એપ્રિલ 2025ના રોજ સોલા વિસ્તારમાંથી સટ્ટાકાંડ ઝડપ્યો હતો

પીસીબીના સ્ટાફે દરોડો પાડીને આઇપીએલ પર સટ્ટો રમાડતા બુકીને ઝડપી લીધો હતો. બુકીની પ્રાથમિક તપાસમાં ચોંકાનવારો ખુલાસો થયો હતો કે તેણે કુખ્યાત બુકી ટોમી ઉંઝા પાસેથી 1.10 કરોડમાં માસ્ટર આઇડી લીધું હતું. બાદમાં માસ્ટર આઇડીને આધારે અન્ય નાના મોટા બુકીઓને પેટા આઇડી પાંચ લાખ થી દશ લાખમાં આપતો હતો.

 

આ પણ વાંચો : વલસાડના પારડીમાં યુવકે સાપને CPR આપ્યું, લાકડાનો જથ્થો પડતા સાપ અર્ધબેભાન થયો હતો, જુઓ Video



  • Follow us on: