વડોદરામાં ચેઇન સ્નેચિંગના ગુનાઓને અટકાવવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહી અને ટેકનિકલ સક્રિયતાના પરિણામે વર્ષ 2025માં પોલીસ ચોપડે નોંધાયેલા 38 ચેઇન સ્નેચિંગના કેસોમાંથી 35 ગુનાઓને ડિટેક્ટ કરવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે આ ડિટેક્ટ કેસમાંથી 33 કેસોને ક્રાઇમ બ્રાન્ચે પોતે ઉકેલ્યા છે.


ટેકનિકલ અને ઇન્ટેલિજન્સનો સક્રિય ઉપયોગ

જ્યારે ગુનામાં વધારો થતો જાય, ત્યારે સીસીટીવી, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને પોલીસ ગુનાઓને ડિટેક્ટ કરી રહી છે. અને આ તકનીકીઓનો ઉપયોગ કરીને, ક્રાઇમ બ્રાન્ચે રીઢા ગુનાખોરોને ઝડપી પાડ્યા છે,

અન્ય જિલ્લાઓમાંથી પકડાયેલા કેસ

2024માં નોંધાયેલા ગુનાઓ તથા અન્ય જિલ્લાઓમાં નોંધાયેલા ગુનાઓ મળીને 37 ચેઇન સ્નેચિંગના ગુનાઓના પર્દાફાશની સફળતા સાથે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સૌથી વધુ સક્રિય કાર્યવાહી કરવામાં આવી છે.

અપનાવવામાં આવેલી ટેકનિક

 પોલીસે વિવિધ પ્રકારના ગુનાઓને શોધી કાઢવા તથા આરોપીઓને પકડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી કેમેરા નેટવર્કને વધુ મહત્વ આપવાનો નવો દ્રષ્ટિકોણ અપનાવ્યો છે.



આ પણ વાંચો----   Gujarat Flashback 2025 : ગુજરાત પોલીસનું ઓપરેશન મ્યુલ હન્ટ..489ની ધરપકડ, 1,708 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ


  • Follow us on: