આ વર્ષે 2025ની શરૂઆતથી જ દેશમાં અનેક મોટી ઘટનાઓ ઘટી જે ખૂબ જ દુખદ અને અસહનીય રહી. જાન્યુઆરીથી લઇને હમણા સુધી દેશમાં એક બાદ એક 5 એવી ઘટના ઘટી જેણે દેશને હચમચાવી નાખ્યો. કુંભમાં નાસભાગ, પહેલગામ એટેક, મુંબઇ ટ્રેન દુર્ઘટના, નવી દિલ્હી રેલવે સ્ટેશન નાસભાગ, બેંગ્લુરૂ નાસભાગની ઘટના અને અમદાવાદ પ્લેન ક્રેશ જે લોકોના મનમાં આજે પણ એક ખરાબ પળ તરીકે ઉભરી રહી છે. આ દરેક ઘટનાઓમાં આશરે 350 લોકોના જીવ ગયા છે. અનેક પરિવાર વિખેરાયા, અનેક લોકો ઘાયલ થયા.


જાન્યુઆરી 2025માં પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ

મહાકુંભમાં હિન્દુ ધર્મમાં એક પવિત્ર પર્વ ઉત્સવ રૂપમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 સુધી પ્રયાગરાજમાં આયોજિત કરવામાં આવ્યો. જેમાં 66 કરોડ લોકોએ સ્નાન કર્યુ. પરંતુ આ સમય દરમિયાન 29 જાન્યુઆરી બુધવારે મૌની અમાવસ સમયે સંગમ તટ પાસે નાસભાગ મચી ગઇ હતી. જેમાં રિપોર્ટ પ્રમાણે 30 લોકો મોતને ભેટ્યા હતા. જ્યારે 60 લોકો ઘાયલ થયા હતા.

15 ફેબ્રુઆરી 2025એ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગ

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર 15 ફેબ્રુઆરી 2025એ રાત્રે આશરે 9:26ની આસપાસ નાસભાગ મચી. મહાકુંભમાં જવા માટેની ત્રણ ટ્રેન લેટ થઇ હતી. સાંજના સમયથી જ જોરદાર ભીડ હતી. જેના કારણે ટ્રેન પકડવાને લઇને લોકો આમ તેમ દોડ્યા અફરા તફરી મચી ગઇ જેના કારણે 18 લોકોના જીવ ગયા હતા. 25થી વધારે લોકો ઘાયલ થયા હતા.

22 એપ્રિલ 2025 જમ્મુ કશ્મીર પહેલ ગામમાં સામાન્ય નાગરિક પર આંતકી હુમલો

22 એપ્રિલ એ ગોઝારો દિવસ જ્યારે કશ્મીરમાં પર્યટકોને નિશાનો બનાવવામાં આવ્યા હતા. આતંકવાદી હુમલામાં 22 એપ્રિલના અનંતનાગ જિલ્લાના પહેલ ગામ પાસે બેસારન ઘાટીમાં 26 લોકોને મારી નાખવામાં આવ્યા હતા. આ ઘટના બપોરના સમયે બની હતી. લોકો ત્યાં આરામથી વાતાવરણનો આનંદ લઇ રહ્યા હતા અને સૈનિકના વેશમાં આવેલા આતંકીઓએ જાતિ ધર્મ પૂછી પૂછીને નિર્દોષોને માર્યા. પરંતુ બાદમાં ભારતે તેનો બદલો લીધો અને ઓપરેશન સિંદૂર ચલાવ્યુ.

4 જૂન 2025 આઇપીએલની જીત, બેંગ્લુરૂમાં સ્ટેડિયમ બહાર નાસભાગ

આઇપીએલ મેચમાં આરસીબીએ 18 વર્ષ બાદ પહેલી આઇપીએલની ટ્રોફી જીતી હતી.જેની ઉજવણી દેશ ભરમાં દરેક જગ્યાઓ પર થઇ રહી હતી.4 જૂન 2025 બુધવારે બેંગ્લુરૂ ચિન્ના સ્વામી સ્ટેડિયમમાં થનારી આરસીબી ની જીતની ઉજવણી પહેલા જ સ્ટેડિયમ બહાર નાસભાગ મચી ગઇ. જેમાં આશરે 11 લોકોના મોત નીપજ્યા અને અનેક લોકો ઘાયલ થયા હતા.

12 જૂન 2025 અમદાવાદ પ્લેન ક્રેશ
12 જૂન 2025 અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જઇ રહેલી ઇન્ડિગો ફ્લાઇટ ઉડાણ ભર્યાના થોડીક જ મિનિટોમાં નીચે પડી અને દુર્ઘટનાગ્રસ્ત થઇ. જેમાં અચાનક આગ લાગતા ફ્લાઇટમાં સવાર 242 યાત્રીઓ બળીને ભડથુ થઇ ગયા હતા. આજ ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા. જેઓએ પોતાનો જીવ ગુમાવ્યો. આ ઘટનામાં માત્ર એક વ્યક્તિ જીવત બચ્યો હતો. બી જે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં નિર્દોષ લોકો જમવા બેસ્યા હતા તે બિલ્ડિંગ પર આ ફ્લાઇટ પડતા. તેઓએ પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

10 નવેમ્બર 2025 દિલ્હીમાં લાલ કિલ્લા પાસે આતંકી હુમલો
10 નવેમ્બર 2025 દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સાંજના સમયે ચાર રસ્તા પાસે ધીમે ધીમે એક કાર મેટ્રો સ્ટેશનના ગેટ નં-1 પાસે આવી અને વિસ્ફોટ થયો. જેમાં આશરે 13 વ્યક્તિઓના મોત નીપજ્યા અને 24 થી વધારે લોકો ઘાયલ થયા.આ ઘટના બાદ આખુ નેટવર્ક ઝડપાયું. જેમાં આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા.



  • Follow us on: