જે દેશો સાથે ભારતનો પહેલા સંપર્ક ન હતો એ વૈશ્વિક નેતાઓ સાથે પણ પીએમ મોદી સંબંધોને અલગ સ્તરે લઇ ગયા છે.

વિશ્વ સાથે મજબૂતીથી જોડાયુ ભારત

આ વર્ષે જુલાઇમાં પીએમ મોદીએ ઐતિહાસિક પાંચ દેશની યાત્રા કરી હતી. જેમાં ઘાના, આર્જેંટીના, બ્રાઝીલ અને નામીબિયાનો સમાવેશ થાય છે. આ યાત્રાને ભારતની 'ગ્લોબલ સાઉથ આઉટરિચ'ની દિશામાં એક મોટું પગલું ગણવામાં આવે છે.

1. ઘાનાની સાથે ભારતે 'કમ્પ્રિહેન્સિવ પાર્ટનરશિપ'ના પાયા નાંખ્યા છે. જેમાં ખનિજ, ઉર્જા, રક્ષા, સમુદ્રી સુરક્ષા અને સ્વાસ્થ્ય જેવા ક્ષેત્ર પણ સામેલ છે. પીએમ મોદીએ જ્યારે ઘાના સંસદને સંબોધિત કર્યુ હતુ ત્યારે ઘાનાએ તેમને અત્યુચ્ચ નાગરિક સન્માન 'Officer of the Order of the Star of Ghana' આપ્યુ હતુ.

2. Trinidad & Tobagoથી સાંસ્કૃતિક -જનસંવાદ અને ભારતીય ડાયસ્પોરા સાથેના જોડાણને નવો વળાંક મળ્યો હતો. પીએમ મોદીએ ત્યાંના સંસદમાં સંબોધન કર્યુ હતુ. અને જનતા સાથે નવા સંબંધોની રાહ તૈયાર કરી હતી.

3. આર્જેંટીનાની સાથે ભારતે કૃષિ, ઉર્જા, ખનિજ અને રોકાણમાં વાતચીત કરી હતી. આર્જેંટીનાને 'લિથિયમ ટ્રાયંગલ' દેશ ગણવામાં આવે છે. જે ભવિષ્યમાં બેટરીઓ અને ઉર્જા સંક્રમણ માટેના મહત્ત્વના ખનિજોમાંથી એક છે. આના કારણે ભારત-આર્જેંટીનાની ભાગીદારીને નવુ રૂપ મળ્યુ છે.

4. બ્રાઝીલમાં થયેલા 17માં BRICS સંમેલનમાં ભારતે વૈશ્વિક ભાગીદારી અને વિકાસના અવાજને મજબૂતીથી ઉઠાવ્યો છે. બ્રાઝીલની સાથે રક્ષા, ઉર્જા, કૃષિ, સ્વાસ્થ્ય, ટેક્નોલોજી અને સંસ્કૃતિના આદાન-પ્રદાનની નવી પહેલ હાથ ધરવામાં આવી છે.

5. નામીબિયાને ભારતની નવી પ્રાથમિકતા મળી હતી. જે દેશમાં છેલ્લા 3 દશકથી ભારતના કોઇ પીએમે યાત્રા ન કરી હતી. ત્યાં પીએમ મોદીએ સંબોધન કર્યુ હતુ. અને ભારત-નામીબિયા સંબંધોને નવી શ્રેણી આપી હતી.

મિડિલ ઇસ્ટ, એશિયા અને યૂરોપ સાથે ભારતનું જોડાણ

આ પાંચ દેશની યાત્રા અને BRICS સંમેલન આવનાર દશકમાં ભારતને 'વૈશ્વિક દક્ષિણ'માં એક વિશ્વાસપાત્ર નેતાના રુપમાં સ્થાપિત કરશે. 2025માં મોદી સરકારે મધ્ય-પૂર્વ અને એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં પણ વિસ્તાર કર્યો હતો. હતુ. એપ્રિલ 2025માં તેઓએ સાઉદી અરબનો રાજ્ય પ્રવાસ કર્યો હતો. જ્યાં બન્ને દેશો વચ્ચે રણનૈતિક ભાગીદારી પરિષદની બેઠક થઇ હતી. આ યાત્રા ભારત-ગુલ્ફ સહયોગને નવી દિશા આપનાર રહી હતી.

જાપાન-યૂરોપથી મળ્યો નવો ફાયદો

જાપાન પ્રવાસ દરમિયાન તેઓએ રોકાણ, આર્થિક સહયોગ અને ટેક્નોલોજી ભાગીદારી પર જોર આપ્યો હતો. જાપાન ભારતનું પ્રમુખ FDI સ્ત્રોત છે. આ યાત્રા ભારત-જાપાન આર્થિક સંવાદને વધુ મજબૂત કરવા માટે હતી. પશ્ચિમી યૂરોપમાં, ફ્રાન્સ સાથે ભારતે પરમાણુ ઉર્જા અને સ્વચ્છ ઉર્જા ભાગીદારીને આગળ વધાર્યુ હતુ. વિશેષ રૂપથી સ્વચ્છ ઉર્જા અને ફ્યૂઝન ટેક્નોલોજીમાં સહયોગનો રસ્તો ખુલ્યો હતો.

વિવિધ ક્ષેત્રે ભાગીદારી

આ તમામ પ્રયાસોથી સ્પષ્ટ થયુ છે કે, ભારત હવે માત્ર ક્ષેત્રીય ભાગીદારી સુધી સીમિત નથી. તે વૈશ્વિક અર્થવ્યવસ્થા અને ઉર્જા સંક્રમણના કેન્દ્રમાં પોતાની ભૂમિકાને સ્થાપિત કરી રહ્યુ છે. 2025માં પીએમ મોદીએ શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. જ્યાં રક્ષા અને ઉર્જા ભાગીદારીને મજબૂત કરવામાં આવ્યુ છે. ભારત-શ્રીલંકાએ રક્ષા પ્રશિક્ષણ, ટેક્નોલોજી અને ઉર્જા-ગ્રિડ સંબંધી કરાર કર્યા હતા. આ ઉપરાંત ભારતની ભૂમિકાને જોતા શ્રીલંકાના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યુ હતુ.

આ પણ વાંચોઃ Zelensky India Visit: પુતિન બાદ યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી ભારતની મુલાકાતે આવે તેવી અપેક્ષા