ગ્રહોની ચાલ પરથી રાષ્ટ્રીય અને અંતરરાષ્ટ્રીય માહોલમાં મોટા ઉથલ-પાથલના સંકેત મળી રહ્યા હોવાનું નિષ્ણાંતો કહી રહ્યા છે.
અનહોની માટે રહો તૈયાર
વર્ષ 2025 હવે દુનિયાને અલવિદા કરવાની તૈયારીમાં છે. અને લોકો 2026ને આવકારવા માટે ઉત્સાહી છે. પંરતુ જ્યોતિષો જણાવી રહ્યા છે કે, વર્ષના અંતમાં ગ્રહ-ગોચર એવા યોગ બનાવી રહ્યા છે. જેના કારણે સંકેત મળ્યા છે કે, ખતરો હજુ સમાપ્ત થયો નથી. ડિસેમ્બરમાં ગ્રહોની ચાલ એવા સંકેત આપી રહી છે કે, મહિનાના અંતમાં મોટી ઉથલ-પાથલ થશે. જયોતિષ, ભૂ-રાજનીતિ અને વાતાવરણ ત્રણેય સ્તર પર 2025ના અંતમાં અસામાન્ય ઘટનાઓના યોગ બની રહ્યા છે.
દેશ-દુનિયાની અર્થવ્યવસ્થા પર અસર
જ્યોતિષાચાર્ય અનીષ વ્યાસના જણાવ્યા અનુસાર ડિસેમ્બર 2025માં કેટલાક મહત્વપૂર્ણ ગ્રહ એક સાથે પ્રભાવી સ્થિતિમાં આવી રહ્યા છે. ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં જ ગુરુ, બુધ અને મંગળનું રાશિ પરિવર્તન થશે. જેનો પ્રભાવ ન માત્ર રાશિઓ પરંતુ દેશ-દુનિયાની અર્થવ્યવસ્થા પર પણ પડશે. ડિસેમ્બર 2025માં ગ્રહોના પરિવર્તનથી સંભવિત અશુભ યોગોમાં ચતુગ્રહી યોગ પણ છે. જે ધનુ રાશિમાં સૂર્ય, બુધ, મંગળ અને શુક્રની યુતિથી બનશે. આ ઉપરાંત ડિસેમ્બરમાં ખરમાસ પણ લાગશે. જેના કારણે દેવ ગુરુ બૃહસ્પતિની શુભતા ઓછી થઇ જશે. ગુરુનું બળ ઓછુ થવાના કારણે માંગલિક કાર્યો પર બ્રેક લાગશે.
કુદરતી હોનારતો આપશે દસ્તક
પર્યાવરણ નિષ્ણાંતો પણ માને છે કે, 2025ના અંત સુધી વાતાવરણમાં મૌસમને લઇને સમય પડકારરૂપ હશે. ઠંડીમાં અચાનક વધારો થશે. જળવાયુમાં ઉતાર-ચઢાવ થશે. જે પ્રાકૃતિક અસ્થિરતાને જન્મ આપશે. સોના-ચાંદી અને સ્ટોક માર્કેટમાં ઉતાર-ચઢાવ, વર્ષ 2025ના અંત સુધીમાં સંવેદનશીલતા બનાવશે. સોના-ચાંદી અને સ્ટોક માર્કેટની કિંમતમાં અચાનક ઉછાળો જોવા મળશે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
આ પણ વાંચોઃ 2025માં કેટલા દેશ અને વૈશ્વિક નેતાઓ સાથે મજબૂત થયા ભારતના સંબંધો, પીએમ મોદીની કેવી રહી પહેલ?, જાણો













