ગુજરાતમાં વર્ષ 2025 દરમિયાન 05 કરતા વધુ જેટલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યા હોવાની માહિતી સામે આવી છે, ગુજરાતમાં અલગ-અલગ જિલ્લાઓમાં પોલીસે કરેલા આપઘાતની ઘટનાઓ બની છે, મોટા ભાગના આપઘાતમાં એવી વાત સામે આવી છે કે, પોલીસે અંગતકારણોથી આપઘાત કર્યો છે, નહી કે કામના ભારણથી.
02-03-2025ના રોજ સુરતમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો હતો આપઘાત
સુરતમાં મહિલા પોલીસ કર્મચારીએ આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો હતો, પોલીસ કર્મચારી શેતલ ચૌધરીએ ગળે ફાંસો લગાવીને જીવન ટૂંકાવ્યું હતુ, મૃતક કોન્સ્ટેબલે અઠવાલાઇન્સ સ્થિત બસેરા હાઉસમાં આપઘાત કર્યો હતો, તો પોલીસે આ મામલે મૃતક મહિલાને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતુ. મહિલા ઘરે એકલી હતી તે દરમિયાન તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
15-03-2025ના રોજ બોટદાના ગઢડામાં મહિલા કોન્સ્ટેબલે કર્યો હતો આપઘાત
બોટાદના ગઢડામાં પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા પોલીસ બેડામાં શોકની લાગણી હતી. અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસના કાફલાએ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી, તો મૃતક પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી નહી અને ઘીના ઠામમાં ઘી ભળી ગયું હતુ.
06-08-2025ના રોજ વાઘોડિયાના પોલીસ કોન્સ્ટેબલે કર્યો હતો આપઘાત
વાઘોડિયા પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલના આપઘાતથી ચકચાર મચી હતીછે. પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ શંકરભાઈ રાઠવા ઉં.૩૨, રહે. કવાંટ, જિ. છોટાઊદેપુર) બે વર્ષથી વાઘોડિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ કોન્સ્ટેબલ રજા પર હતા. અને અગમ્ય કારણોસર પોલીસ કોન્સ્ટેબલે વાઘોડિયા માડોધર રોડ સોસાયટી વિસ્તારના રણછોડજી પાર્ક સોસાયટીના ભાડાના મકાનમાં પંખાના હુકે ઓઢણી વડે ગાળીયો બનાવી આપઘાત કરી લીધો હતો. પોલીસ કોન્સ્ટેબલે કયા કારણોસર આપઘાત કર્યો હતો તેનું કારણ સામે આવ્યું નથી અને સ્યુસાઈડ નોટ પણ મળી આવી નથી.
17-10-2025ના રોજ રાજકોટમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો હતો આપઘાત
મહિલા પોલીસે પતિ અને સાસુના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હતો, અવાર નવાર ઝઘડો કરી પતિ માર મારતો, સાસુએ જાહેરમાં લાફા ઝીંકી દીધા હતા જેના કારણે મહિલાએ કંટાળીને ઝેરી દવા પી અંતિમ પગલુ ભરી લીધુ હતુ તો આજી ડેમ પોલીસે મરવા માટે મજબૂરની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. રાજકોટના ભીમનગર ચોક પાસે આવેલ વાંબે ત્રણ માળીયા કવાર્ટરમાં રહેતા મુળ જામજોધપુરના જામવાડી ગામના વતની ગંગાબેન વિનોદભાઈ ધૂળા (ઉ.વ.48)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હર્ષ મનુ ભારડીયા અને ચંપાબેન મનુ ભારડીયાનું નામ આપતા આજીડેમ પોલીસે મરવા મજબૂર કર્યાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જે ફરિયાદમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ રાજકોટ મહાનગરપાલિકામાં કોન્ટ્રાકટ બેઝ પર નોકરી કરે છે તેઓને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે જેમાં સૌથી મોટી દીકરી હર્ષીતાબેનના લગ્ન 8 વર્ષ પહેલા તેણીના જુનાગઢ રહેતા નણંદના પુત્ર હર્ષ ભારડીયા સાથે થયા હતા તેને સંતાનમાં 6 વર્ષનો પુત્ર છે. જે પતિ અને પુત્ર સાથે કોઠારીયામાં શિવ ભવાની ચોક પાસે આવેલ સીલ્વર સ્પેસ નામના ફલેટમાં સાતમાં માળે રહેતી હતી અને તે બે વર્ષથી આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતી હતી.
ગાંધીનગર 11-10-2025ના રોજ પોલીસ કોન્સ્ટેબલ પુરુષે કર્યો હતો આપઘાત
ગાંધીનગરના માણસામાં પોલીસકર્મીએ તેમના ઘરે આપઘાત કરી લીધો હતો, મૃતક SOGમાં ફરજ બજાવતા હતા અને તેમનું નામ નરેન્દ્રસિંહ ચાવડા હતુ, પોલીસ કર્મચારીના આપઘાતનું કારણ હજી પણ અકબંધ છે અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
આત્મહત્યાના પ્રયાસો અટકાવવા માટેના પગલાં
01-માતા -પિતા, શિક્ષકો, શાળા તથા કોલેજના સંચાલકોમાં આત્મહત્યા અંગે જાણકારી આપીને બાળકો, યુવાનોમાં થતી આત્મહત્યાના બનાવો ઘટાડી શકાય છે.
02-સમાજમાં વિવિધ સંસ્થાઓ, કલબો, આત્મહત્યા નિવારણ અંગેના કાર્યક્રમોનું આયોજન કરી સમાજમાં જાગૃતિ લાવી શકાય, માનસિક 03-બીમારીઓ અને મનોવૈજ્ઞાનિક સમસ્યા એ આત્મહત્યાના અગત્યના કારણો છે જે માટે યોગ્ય પ્રોફેશનલ સલાહકાર ની સલાહ અને સારવાર લેવી જરૂરી છે. તે કોઈપણ શરમ, સંકોચ કે ડર વગર લેવાવા જોઈએ. આ અભિગમ સમાજમાં પ્રવર્તે તે ખુબ જરૂરી છે,જેથી માનસિક બીમારીઓ અને તેની સારવાર અંગેની ગેરમાન્યતા અને ડર ઓછા થાય તેવા પગલાં લેવા જરૂરી છે.
03-સરકાર પણ આત્મહત્યા નિવારણ માટે ઘણા પગલાઓ લઇ શકે જેમ કે અમુક જોખમકારક દવાઓ, પદાર્થો પર પ્રતિબંધ મૂકી શકાય, અમુક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ના જ મળે, જોખમી જગ્યાઓ પર સલામતિના પગલા લઇ શકાય. જેમકે, ઊંચા પુલ-મકાનો પર રેલીંગ લગાડવી. યોગ્ય કાયદાઓ દ્વારા હથિયારો પાર પ્રતિબંધ, આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન ચાલુ કરી શકાય.
04-બાળકો-યુવાનોમાં થતી આત્મહત્યાના નિવારણના એક પગલા સ્વરૂપે આજની શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફારની જરૂરિયાત છે. સ્કૂલ, કોલેજના શિક્ષણની સાથે વ્યવસાયિક ટ્રેઇનિંગ આપવી જરૂરી છે.
આ પણ વાંચો : Navsari News : નવસારી વાંસદામાં ઝડપાયેલા બુટલેગર સાથે MLA અનંત પટેલના શું સંબંધ ? શું 'જનતાના સેવક' બુટલેગરોના 'મદદગાર !