ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા વધ્યા છે,એમા પણ ડિજિટલ ધરપકડના કિસ્સાઓમાં વધારો થયો છે.સાયબર છેતરપિંડી કરનાર વ્યક્તિ તમને ધરપકડનો ડર બતાવે છે. આમાં તેઓ તમને ઘરમાં કેદ રાખે છે. આવી સ્થિતિમાં, વીડિયો કોલ દરમિયાન, છેતરપિંડી કરનાર તેની પૃષ્ઠભૂમિને પોલીસ સ્ટેશનની જેમ બનાવે છે, આ જોઈને પીડિત ડરી જાય છે અને ડરના કારણે તે તેની વાતોથી પ્રભાવિત થઈ જાય છે.છેતરપિંડી કરનારાઓ જામીન માંગીને તમારી સાથે છેતરપિંડી કરવાનું શરૂ કરે છે. છેતરપિંડી કરનાર પીડિતાને વિડિયો કૉલ છોડવા કે કોઈનો સંપર્ક કરવા દેતો નથી. પીડિતાને તેના જ ઘરમાં ધરપકડ કરવામાં આવે છે, પીડિતાને એવું કહીને ડરાવવામાં આવે છે કે તેના આધાર કાર્ડ, સિમ કાર્ડ, બેંક એકાઉન્ટનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર કામ માટે કરવામાં આવ્યો છે. આ બધું થાય પછી તમને ડરાવવાની 'ગેમ' શરૂ થાય છે.
સાબરકાંઠામાં 3 ડિસેમ્બર 2025ના રોજ ડિજિટલ એરેસ્ટની ઘટનામાં 11,71,000 રૂપિયા સિનિયર સિટિઝન પાસે પડાવ્યા
હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટિઝનને લગભગ 24 દિવસ પહેલા અજાણ્યા નંબરથી વીડિયો કોલ આવ્યો. વિડિયો કોલમાં આરોપીઓએ તેમને ધમકી આપી કે તમારા ઘર આસપાસ 24 લોકો નજર રાખી રહ્યા છે. તમારો મોબાઈલ નંબર અને PAN કાર્ડ મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલો છે. ત્યારબાદ સતત 72 કલાક સુધી વીડિયો કોલ પર રાખીને ‘ડિજિટલ એરેસ્ટ’ કરવામાં આવ્યા. આ ભયના માહોલમાં રાખીને સિનિયર સિટિઝન પાસેથી રૂપિયા ટ્રાન્સફર કરાવાયા. 11,71,000 જેટલી રકમ બળજબરીપૂર્વક ટ્રાન્સફર કરાવ્યા.
20-11-2025ના રોજ રાજકોટમાં સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરી રૂ.1.14 કરોડ પડાવ્યા
રાજકોટમાં ડિજિટલ એરેસ્ટનો કિસ્સો સામે આવ્યો છે જેમાં ઠગે 3 ખાતામાં 5 ટ્રાન્ઝેક્શન મારફતે પડાવ્યા રૂ.1.14 કરોડ અને રાજકોટ સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 76 વર્ષીય કુરબાન બદામી નામના નિવૃત વ્યક્તિ પાસેથી પડાવ્યા 1.14 કરોડ, ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને સાયબર ટેરેરીઝમમાં ભૂમિકા હોવાનું જણાવી ડિજિટલ અરેસ્ટ કર્યા હતા.
20-06-2025ના રોજસુરતમાં પોણા-ચાર કલાક યુવતીને ડિજિટલ એરેસ્ટ બનાવી ઠગે પડાવ્યા હતા રૂપિયા 19.91 લાખ રૂપિયા
સુરતના રાંદેરની યુવતી બની સાયબર ફ્રોડનો ભોગ જેમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે યુવતી પાસેથી રૂપિયા પડાવ્યા હોવાની વાત સામે આવી છે, તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું છે તેમ કહી રૂપિયા પડાવ્યા હતા અને યુવતીને ડિજિટલ એરેસ્ટ કરી 19.91 લાખ પડાવ્યા છે, સાયબર ગઠિયાએ ઇન્સ્ટન્ટ લોનના નામે રૂપિયા ખંખેર્યા છે, સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે તપાસ હાથધરી હતી.
16-05-2025ના રોજ સુરતમાં ડિજિટલ એરેસ્ટ બનાવી વૃદ્ધ પાસે ભેજાબાજોએ રૂ.16.55 લાખ ખંખેર્યા
સુરતમાં ડિજિટલ એરેસ્ટની ઘટના વારંવાર બનતી હોય છે, ત્યારે ગોડદોડ પર રહેતા વૃદ્ધને ફસાવી 16.65 લાખ ખંખેર્યા છે, વૃદ્ધને વીડિયો કોલમાં ત્રણ દિવસ બંધક બનાવી એફડી તોડાવી દીધી અને રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા હતી, મની લોન્ડરિંગમાં નામ ખુલ્યું હોવાનું કહી દિલ્હી પોલીસ અને CBIના નામે રૂપિયા ખંખેરવામાં આવ્યા છે, સમગ્ર મામલે વૃદ્ધની પુત્રી ઘરે આવી જતા વીડિયો કોલ કટ કરાવી ડિજિટલ એરેસ્ટ માંથી મુક્ત કરાવ્યા હતા.
13-04-2025ના રોજ સુરતમાં ડિજિટલ એરેસ્ટ બનાવીને વૃદ્ધ પાસેથી રૂ.20 લાખ પડાવ્યા, સાયબર-ક્રાઈમે નોંધ્યો ગુનો
સુરતમાં NRI વૃદ્ધ ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા છે,જેમાં વૃદ્ધને 7 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી આરોપીએ રૂ. 20 લાખ પડાવ્યા છે,અલગ-અલગ બેંકમાં રૂપિયા નખાવીને છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે,જેમાં વૃદ્ધને મની લોન્ડરિંગના કેસમાં ફસાવવાની ધમકી આપી છે.તો મુંબઈના અંધેરી પોલીસની ઓળખ આપીને ઠગાઈ કરવામાં આવી છે,તો વીડિયો કોલ કરી ઠગબાજોએ રૂ.20 લાખ પડાવ્યા છે.ભોગ બનનાર વૃદ્ધે સાયબર ક્રાઇમમાં કરી ફરિયાદ.
સુરતમાં 20 નવેમ્બર 2025ના રોજ સાયબર માફિયાઓએ 72 કલાક સુધી 62 વર્ષના વૃદ્ધને ડિજીટલ એરેસ્ટ કર્યા
સુરતમાં સાયબર માફિયાઓએ 62 વર્ષના વૃદ્ધને ડિજીટલ એરેસ્ટ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. જેમાં 62 વર્ષીય અમિત દેસાઈને 72 કલાક સુધી ડિજીટલ એરેસ્ટમાં રાખવામાં આવ્યા હતા ઘટનાને પગલે સાયબર ક્રાઇમ ટીમ વૃદ્ધ પાસે પહોંચી હતી અને તેમને બચાવી લીધા હતા, 62 વર્ષના અમિત દેસાઈ સુરત મનપા પૂર્વ કર્મચારી છે. તેમને સાયબર માફિયાઓએ 5 કરોડના મની લોન્ડરીંગનો આરોપ લગાવીને ડિજીટલ એરેસ્ટ કર્યા હતા. તેમને આધાર કાર્ડ અને ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ કરાયો હોવાનું જણાવીને ડિજીટલ એરેસ્ટ કરાયા હતા.
25 ઓગસ્ટ 2025ના રોજ રાજકોટમાં સેશન્સ કોર્ટના નિવૃત્ત ક્લાર્ક અને તેના પત્નીને ડીજીટલ એરેસ્ટ કરી, ડ્રગ્સ, મની લોન્ડ્રિંગ કેસની ધમકી આપી 88 લાખ પડાવ્યા
રાજકોટના દંપતીને 45 દિવસ ડીજીટલ એરેસ્ટ કરાયા હોવાની ઘટના સામે આવી છે. સેશન્સ કોર્ટના નિવૃત્ત ક્લાર્ક સાથે સાયબર ફ્રોડ થયો છે. ડ્રગ્સ, મની લોન્ડ્રિંગ કેસની ધમકી આપી એરેસ્ટ કરાયા હતા. ડિજિટલ એરેસ્ટ કરી 88 લાખથી વધુની રકમ પડાવી લીધી છે. ભોગ બનનારે પૈસા ચૂકવવા ગોલ્ડ લોન પણ લીધી હતી. નિવૃત્ત ક્લાર્ક દિનેશ દેલવાડિયાનીએ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
સાયબર સ્કેમર્સ કોઈપણને ફસાવી શકે છે. આને ટાળવા માટે, તમારી અને તમારા ડેટાની સુરક્ષાનું ધ્યાન રાખો
1-કોઈપણ અજાણ્યા સ્ત્રોતમાંથી આવતી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો.
2-કોઈપણ અજાણ્યા ફોન કોલ પર તમારી વ્યક્તિગત અથવા બેંક વિગતો આપવાનું ટાળો.
3-વ્યક્તિગત ડેટા અને કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ પર મજબૂત પાસવર્ડ રાખો.
4-કોઈપણ તૃતીય પક્ષ એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં, કોઈપણ બિન-સત્તાવાર પ્લેટફોર્મ પરથી કંઈપણ ઇન્સ્ટોલ કરશો નહીં.
5-તમારા ઉપકરણને અપડેટ રાખો, તમારી બધી એપ્લિકેશનો અપડેટ રાખો.
આ પણ વાંચો : Railway News : પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી અને દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન, ઇન્ડિગોની અનેક ફ્લાઇટ્સ રદ થતાં લેવાયો નિર્ણય