ડિસેમ્બરનો મહિનો લગભગ અડધો થવાની તૈયારીમાં છે. દર વર્ષની જેમ આ વર્ષ પણ વિતી જશે અને પોતાની એક અલગ છાપ છોડશે. વર્ષ 2025 ઘણી રીતે સારૂં પણ રહ્યુ છે. લોકોએ પોતાનો સમય નિકાળીને પરિવાર સાથે કે મિત્રો સાથે ફરવાનુ પસંદ પણ કર્યુ છે. ભારતની કેટલી એવી જગ્યાઓ છે જે સોશિયસ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહી છે. તમે પણ વર્ષ સમાપ્ત થતા પહેલાં આ જગ્યાએ જરૂરથી જાવ.


રાજસ્થાન

દર વર્ષે રાજસ્થાન ફરવાના પ્લેસિસમાં નંબર વન પર હોય છે. આ વર્ષે પણ રાજસ્થાનની શાહી અને ત્યાના કલ્ચરે લોકોને પોતાના તરફ આકર્ષ્યા. ખાસ વાત તો એ છે રાજસ્થાનમાં જ ઘણી એવી જગ્યાઓ છે જ્યાં અલગ અલગ ફરી શકો છો. જોધપુર, જેસલમેર, જોધપુર, જયપુર, જવાઇ ડેમ, ઉદયપુર અનેક એવા પ્લેસિસ છે જે શાહી અંદાજ સાથે જોઇ શકાય છે. આ ટ્રીપથી તમારો સમય અવશ્ય યાદગાર બનશે.

મેઘાલય

વર્ષ 2025માં મેઘાલય ટોપ ડેસ્ટિનેશનનો ભાગ રહ્યો અને લોકોના દિલોમાં પોતાની અલગ જગ્યા બનાવી. મેઘાલય ખૂબ જ સુંદર જગ્યા છે. જ્યાં લોકો આવીને સમય વિતાવવાનુ પસંદ કરતા હોય છે. અહિંયાની સુંદરતા, હરિયાળી, હવા, સંસ્કૃતિ લોકોને પોતાના તરફ ખેંચવાનો પ્રયાસ કરે છે. જનજાતિઓનો રીતિ રિવાજ પણ સૌથી ઉપર રહે છે. જો તમે પણ આવી જ કોઇ પ્લેસિસની શોધમાં છો તો અહિંયા જવુ વધારે સારૂં રહેશે.

મથુરા-વૃંદાવન

આ વર્ષ લોકો માટે આસ્થાનું રહ્યુ છે. લોકોએ પોતાના જીવનમાં આસ્થાને જીવંત રાખી. જેના કારણે ઉત્તરપ્રદેશના મથુરા અને વૃંદાવન ટોપ પર રહ્યા. આસ્થાને કારણે આ જગ્યા ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કારણ કે અહિંયા ભગવાન શ્રીકૃષ્ણનું જન્મ સ્થળ છે. તમે ત્યાં જશો તો તમને ક્યારેય ત્યાથી પાછુ આવવાનુ મન ક્યારેય નહીં થાય. તમે વર્ષ પત્યા પહેલા ત્યાં જઇ શકો છો.

કેરળ

કેરળ નામ સાંભળતાની સાથે જ આપણને ચારે તરફ ગ્રીનરી, તાજી હવા, ધુમ્મસમાં ચાલતી ટ્રેન આ બધી વસ્તુઓ નજરે પડે, આ વર્ષે લગ્ન બાદ પણ લોકોનું આ હનીમૂન ડેસ્ટિનેશન વધુ રહ્યુ છે. અહિંયાની સંસ્કૃતિ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ફુડને લઇને પણ તમને અહિંયા કઇક અલગ જ ટેસ્ટ કરવા મળશે.

આગ્રા

આગ્રા પણ ટોપ પર રહ્યુ છે, કારણ કે અહિંયા પણ ભારતનુ નંબર વન ટુરિસ્ટ પ્લેસ છે અને તે છે તાજમહેલ. સામાન્ય રીતે અનેક લોકો એવા હશે તે અહિંયા જઇને આવ્યા હશે. પરંતુ ત્યાંની સુંદરતા અને ત્યા આસપાસ અન્ય પ્લેસિસને કારણે લોકો ત્યાં વારંવાર જાય છે. તો તમે પણ ત્યાં જઇ શકો છો.

આ પણ વાંચોઃ 2025ની 6 મોટી ઘટનાઓ, જેણે આખા દેશને હચમચાવી નાખ્યો...


  • Follow us on: