- આર્થિક કારણોથી એક માસના CCTV હોવાનુ સોગંદનામુ
- કેડિલાના CMD સામે દુષ્કર્મ કેસ પર સરકારનું એફિડેવીટ
- જ્યારે 1 વર્ષ સુધીના CCTV રાખવાનો SCનો ચૂકાદો
તાજેતરમાં ચર્ચાસ્પદ બનેલા કેડિલાના CMD રાજીવ મોદીના કેસમાં પોલીસ તપાસ મુદ્દે કોર્ટમાં સુનાવણી દરમિયાન મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં પોલીસ સ્ટેશનના સીસીટીવી મુદે સરકારનો ચોંકાવનારો જવાબ આવ્યો છે. જેમાં સરકારે કોર્ટમાં સોગંદનામુ રજુ કરતા જણાવ્યું કે, આર્થિક કારણોથી માત્ર એક જ મહિનાના સીસીટીવી ફૂટેજ રાખવામાં આવ્યા છે.
જ્યારે ગુજરાત હાઇકોર્ટમાં રાજીવ મોદી દુષ્કર્મ કેસને લઈ વધુ સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કેડિલા કેસમાં યુવતીના વકીલ રાજેશ મિશ્રાએ દલીલ કરતાં કહ્યું હતું કે મહિલા પોલીસે પીડિતા સાથે જબરદસ્તી સેટલમેન્ટ કરાવ્યું હતું, પીડિતા પાસે મહિલા પોલીસની વાતનું રેકોર્ડિંગ પણ હતું, પીડિતાનો આક્ષેપ હતો કે તેની સાથે દુષ્કર્મ થયું હતું, ખોટી માહિતી આપી એને ફ્લાઈટ એટેન્ડન્ટ તરીકે ભારત લવાઈ હતી.
શું બની છે સમગ્ર ઘટના
જોકે અરજદારે ફાઈલ કરેલી પિટિશન ક્રોનોલોજીમાં નહોતી, આથી કોર્ટે સંપૂર્ણ ઘટના અને ફરિયાદો ક્રોનોલોજીમાં માગી હતી. જ્યારે અરજદારે 11 એપ્રિલથી 20 એપ્રિલ સુધીના મહિલા પોલીસ મથકના CCTV પુરાવા સુરક્ષિત કરવા માગ કરી હતી. જેના ફુટેજ મળ્યા નથી અને પોલીસ પાસે નથી તેવું પણ સામે આવ્યું છે. કોર્ટે ઘટના અને ફરિયાદ ક્રોનોલોજીમાં માગતાં 15 ડિસેમ્બરે અરજદારના વકીલ તેને ટેબલ ફોર્મેટમાં કોર્ટ સમક્ષ મૂકશે ત્યારે વધુ સુનાવણી હાથ ધરાશે.
સુપ્રીમ કોર્ટના નિર્દેશનો અનાદર
આ દરમિયાન અમદાવાદ જેવા શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં CCTV ન હોવા મુદ્દે સરકારે જવાબ રજૂ કર્યો છે. આ તરફ નોંધનીય બાબત છેકે, સુપ્રીમ કોર્ટમાં પરમવીરસિંહ કેસના નિર્દેશો મુજબ એક વર્ષ સુધી CCTV રેકોર્ડિંગ રાખવા પડે, અરજદારના વકીલનું કહેવું છે કે આ સુપ્રીમ કોર્ટના નિર્દેશનો અનાદર છે.
આ સાથે અમદાવાદ પોલીસે પોલીસ સ્ટેશનમાં CCTV ન હોવાએ સુપ્રિમ કોર્ટના ચુકાદાનો અનાદર કર્યો છે. બંન્ને પક્ષોની સુનવણી પૂર્ણ થયા બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. હાલ સુનવણી પૂર્ણ થઈ છે અને ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે.