ખ્યાતી હોસ્પિટલ કાંડના દર્દીઓ હાઇકોર્ટના શરણે પહોંચ્યા છે જેમાં 15 દર્દીઓએ હાઈકોર્ટમાં રજૂઆત કરી છે જેમાં કાર્તિક પટેલ સામે દર્દીઓએ ફરિયાદ કરી છે,દર્દીઓએ અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે,ઘટના બાદ સરકારી અધિકારીઓએ સંપર્ક કર્યો નથી અને સરકારી અધિકારીઓ અમારા નિવેદન પણ લેવા આવ્યા નથી,સાથે સાથે સહકારી સહાય મળી ન હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે.
18 કંપનીના વ્યવહારો અંગે ED તપાસ હોવાની કબૂલાત
ખ્યાતિ કાંડને લઈ મુખ્ય આરોપી કાર્તિક પટેલે કહ્યું કે,કાર્તિક પટેલ વિરુદ્ધ કુલ 7 ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે અને દર્દીઓના મૃત્યુમાં મામલે વસ્ત્રાપુરમાં 3 ફરિયાદ નોંધાઈ છે જેમાં PMJAYના કાર્ડ બનાવવા અંગે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે અને કાર્તિકના ઘરમાંથી મળી આવેલા દારૂ અંગે ફરિયાદ નોંધાઈ છે,EDએ કાર્તિક પટેલ વિરુદ્ધ નોંધી હતી ફરિયાદ અને મુંબઈમાં જમીન દલાલ સાથે છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાઈ છે,પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે.
હોસ્પિટલના 33 બેન્ક અકાઉન્ટની તપાસ હાલમાં ચાલુ
ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે નિવેદન આપતા કહ્યું કે કાર્તિક પટેલના માર્ગદર્શનમાં ખ્યાતિ હોસ્પિટલની તમામ કાર્યવાહી થતી હતી. આ હોસ્પિટલમાં 3800થી વધુ દર્દીઓએ PMJAY હેઠળ સારવાર મેળવી છે. હોસ્પિટલના 33 બેન્ક અકાઉન્ટની તપાસ પણ હાલમાં ચાલુ છે. કાર્તિક પટેલે વીડિયો કેસેટ વેચવાથી કારકીર્દી શરૂ કરી હતી. હાલમાં તેની ધરપકડ કરવામાં આવી છે અને કાર્તિક પટેલના રિમાન્ડ માગવામાં આવશે અને તમામ પુરાવાઓ એકત્ર કરવામાં આવશે.
જાણો કોણ છે કાર્તિક પટેલ
કાર્તિક પટેલ ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી છે અને તે હોસ્પિટલમાં ડિરેકટર પદે હતો,કાર્તિક પટેલ પહેલેથી કૌંભાડ કરતો હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે,આ સમગ્ર કેસમાં હવે કોઈ આરોપીઓને ઝડપવાના બાકી નથી તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે,જયારે ખ્યાતિ કાંડ સામે આવ્યો ત્યારથી કાર્તિક પટેલ ફરાર હતો અને વિદેશ ભાગી ગયો હતો,મહત્વની વાત તો એ છે કે,કાર્તિક પટેલ માર્કેટીંગની ટીમ સાથે મળીને નક્કી કરતો હતો કે કયાંથી કેટલા દર્દીઓ સારવાર માટે લાવવા અને કયાં કેટલા કેમ્પ કરવા એટલે આખી હોસ્પિટલનું મેનેજમેન્ટ એક જ કાર્તિક પટેલ કરતો હતો.