ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે જેમાં ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં કાર્તિકે હકીકત જણાવી અને કહ્યું કે,હોસ્પિટલમાં ગોરખધંધા અંગે કાર્તિક બધું જાણતો હતો અને ચિરાગ રાજપુત અને રાહુલ જૈન આખું કૌભાંડ ચલાવતા હતા અને આ વાતની જાણ તમામ લોકોને હતી સ્ટાફમાં તો આરોગ્ય વિભાગ સાથેના સંપર્ક ચિરાગ રાજપુતના હતા અને ખ્યાતિકાંડમાં અલગ અલગ વિભાગમાં 10થી વધુ અરજીઓ પણ થઈ છે.
હોસ્પિટલમાં નુકસાન બતાવી રુપિયા કમાવવા ગોરખધંધો
કાર્તિક પટેલે કહ્યુ કે,હોસ્પિટલમાં નુકસાન બતાવી રુપિયા કમાવવા ગોરખધંધો કરવામાં આવતો હતો હું લાંબો સમય જેલમાં રહેવાની તૈયારી સાથે જ પરત ફર્યો છું,ખ્યાતિ હોસ્પિટલમાં કાર્તિક પટેલ 51%નો ભાગીદાર છું અને કાયદાકીય પ્રક્રિયા લાંબી ચાલશે તે સ્વીકારી હાજર થયો
18 કંપનીના વ્યવહારો અંગે ED તપાસ હોવાની કબૂલાત
ખ્યાતિ કાંડને લઈ મુખ્ય આરોપી કાર્તિક પટેલે કહ્યું કે,કાર્તિક પટેલ વિરુદ્ધ કુલ 7 ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે અને દર્દીઓના મૃત્યુમાં મામલે વસ્ત્રાપુરમાં 3 ફરિયાદ નોંધાઈ છે જેમાં PMJAYના કાર્ડ બનાવવા અંગે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે અને કાર્તિકના ઘરમાંથી મળી આવેલા દારૂ અંગે ફરિયાદ નોંધાઈ છે,EDએ કાર્તિક પટેલ વિરુદ્ધ નોંધી હતી ફરિયાદ અને મુંબઈમાં જમીન દલાલ સાથે છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાઈ છે,પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે.
હોસ્પિટલના 33 બેન્ક અકાઉન્ટની તપાસ હાલમાં ચાલુ
ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે નિવેદન આપતા કહ્યું કે કાર્તિક પટેલના માર્ગદર્શનમાં ખ્યાતિ હોસ્પિટલની તમામ કાર્યવાહી થતી હતી. આ હોસ્પિટલમાં 3800થી વધુ દર્દીઓએ PMJAY હેઠળ સારવાર મેળવી છે. હોસ્પિટલના 33 બેન્ક અકાઉન્ટની તપાસ પણ હાલમાં ચાલુ છે. કાર્તિક પટેલે વીડિયો કેસેટ વેચવાથી કારકીર્દી શરૂ કરી હતી. હાલમાં તેની ધરપકડ કરવામાં આવી છે અને કાર્તિક પટેલના રિમાન્ડ માગવામાં આવશે અને તમામ પુરાવાઓ એકત્ર કરવામાં આવશે.
જાણો કોણ છે કાર્તિક પટેલ
કાર્તિક પટેલ ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી છે અને તે હોસ્પિટલમાં ડિરેકટર પદે હતો,કાર્તિક પટેલ પહેલેથી કૌંભાડ કરતો હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે,આ સમગ્ર કેસમાં હવે કોઈ આરોપીઓને ઝડપવાના બાકી નથી તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે,જયારે ખ્યાતિ કાંડ સામે આવ્યો ત્યારથી કાર્તિક પટેલ ફરાર હતો અને વિદેશ ભાગી ગયો હતો,મહત્વની વાત તો એ છે કે,કાર્તિક પટેલ માર્કેટીંગની ટીમ સાથે મળીને નક્કી કરતો હતો કે કયાંથી કેટલા દર્દીઓ સારવાર માટે લાવવા અને કયાં કેટલા કેમ્પ કરવા એટલે આખી હોસ્પિટલનું મેનેજમેન્ટ એક જ કાર્તિક પટેલ કરતો હતો.