- સ્પીપાના 16 વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા
- ફાઈનલ રિઝલ્ટમાં કુલ 933 ઉમેદવારોની પસંદગી પામ્યા
- આ વખતે ટોપ 4માં ચારેય યુવતીઓ છે
યૂનિયન પબ્લિક સર્વિસ કમિશને આજે યુપીએસસી પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધુ છે. UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં આ વખતે મહિલાઓએ ટોપ કર્યુ છે. ટોપ કરનારી પરીક્ષાર્થી ઈશિતા કિશોર છે, ખાસ વાત છે કે, આ વખતે ટોપ 4માં ચારેય યુવતીઓ છે. ફાઈનલ રિઝલ્ટમાં કુલ 933 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.
આ પરિણામને ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પરથી જોઈ શકે છે. આ પરીક્ષામાં ટોપ 4માં યુવતીઓ આગળ છે, જેમાંથી ઈશિતા કિશોરે ઓલ ઇન્ડિયા રેન્ક-1 મેળવ્યો છે. બીજું સ્થાન ગરિમા લોહિયાએ અને ત્રીજું સ્થાન ઉમા હરતિ એનએ મેળવ્યુ છે, સ્મૃતિ મિશ્રા ચોથા ક્રમે અને ગેહાના નવ્યા જેમ્સ પાંચમા ક્રમે આવી છે. ઉમેદવારોના માર્ક્સ પરિણામ જાહેર થયાના પછીના લગભગ 15 દિવસ બાદ જાહેર કરવામાં આવશે.













