• ભીખા ઠેબાએ 10 પ્લોટ ખરીદી કર્યાનું સામે આવ્યું
  • ભીખા ઠેબાની પત્ની અને સગાઓના નામે સંપત્તિ હોવાનો ખુલાસો
  • મહિકા વિસ્તારમાં ખેતીની જમીન પણ હોવાનો ખુલાસો

રાજકોટ અગ્નિ કાંડ મામલે ત્રણ દિવસના રિમાન્ડ ઉપર રહેલા સસ્પેન્ડ ફાયર અધિકારી ઠેબાની સંપતિનો ખુલાસો થયો છે.ઠેબાએ પત્ની અને સગાઓના નામે ખેતીની જમીન તેમજ પ્લોટમાં રોકાણ કર્યું હોવાનું ખુલ્યું છે,17 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે,અનેક લોકર હોવાનું પણ સામે આવ્યું છે,ઠેબા એ 10 પ્લોટ ખરીદી કર્યાનું પણ ખુલ્યું તો પત્ની અને સગાઓના નામે સંપતિ હોવાનો પણ મોટો ખુલાસો થયો છે.મહિકા વિસ્તારમાં ખેતીની જમીન પણ હોવાનો ખુલાસો થયો છે.

રાજકોટ એસીબીએ નોંધ્યો છે ગુનો

રાજકોટ મહાપાલિકાના ડેપ્યુટી ફાયર ચીફ ઓફિસર ઠેબા સામે એસીબીની તપાસમાં પ્લોટ, મકાન તેમજ રોકડ મળી સરકારી કિંમત મુજબ 80 લાખ જેવી કિંમતની અપ્રમાણસર મિલકતો મળી આવી હતી. જેને લઇને રાજકોટ એસીબીમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ડેપ્યુટી ફાયર ઓફિસર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.રાજકોટ એસીબી દ્વારા ભીખા ઠેબાની ધરપકડ પણ કરવામાં આવી હતી. જેને ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે ડે.ફાયર ઓફિસર ભીખા ઠેબાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

12 વર્ષ સુધીની આવકની થઈ તપાસ

દસ્તાવેજી પુરાવાઓ, બેંક ખાતાઓની વિગતો, વિવિધ સરકારી કચેરીઓમાંથી મેળવેલી દસ્તાવેજી માહિતી અને તેમના નાણાંકીય વ્યવહારોનું વિશ્લેષણ ACBના નાણાંકીય સલાહકાર દ્વારા કરાયું હતું. ત્યારબાદ આરોપીએ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દૂરુપયોગ કરીને ઇરાદાપૂર્વક ગેરકાયદે પોતે ધનવાન થવા માટે વિવિધ ભ્રષ્ટ રીતરસમો અપનાવી, ભ્રષ્ટાચારથી નાણાં મેળવી તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા આશ્રીતોના નામે મિલકતમાં રોકાણ કર્યાનું પ્રાથમિક દૃષ્ટિએ ફલિત થયું છે.

ACBએ જાહેર કર્યો ટોલ ફ્રી નંબર અને વ્હોટ્સએપ નંબર

આ ઉપરોક્ત કેસ અંગે અને અન્ય કોઇ સરકારી અધિકારી/કર્મચારીની અપ્રમાણસર મિલકતો તથા બેનામી મિલકતો (જેવી કે ખેતીની જમીન,પ્લોટ, મકાન, ઓફીસ, દુકાન, વાહન, બેન્ક લોકર,બેંક એકાઉન્ટ વગેરે) તથા જેમના નામે બેનામી મિલકતો વસાવવામાં આવી છે, તેવા ઇસમોની સચોટ અને વિસ્તૃત માહિતી અંગેની જાણ ACB કચેરીના ટોલ ફ્રી નં.1064 તેમજ વ્હોટસએપ નં.9099911055 ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન અત્રે રૂબરૂ પણ સંપર્ક કરવા તથા CD દ્વારા અથવા પેનડ્રાઇવમાં પણ માહિતી મોકલવા નાગરિકોને આહવાન કરવામાં આવે છે.


  • Follow us on: