રાજ્યના ખેડૂતોને ગુણવત્તાયુક્ત અને પૂરતા દબાણથી વીજ પુરવઠો મળી રહે તે માટે હયાત ફીડરનું વિભાજન કરવું જરૂરી છે. ખેડૂતોના હિતમાં રાજ્યમાં જરૂરિયાત મુજબ આ હયાત ફીડરનું વિભાજન કરીને નવા ફીડર નાખવામાં આવે છે.


બનાસકાંઠા,અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં હયાત ફીડરમાંથી વિભાજન કરીને રૂ. ૨૯.૧૭ કરોડના ખર્ચે કુલ ૧૭૭ નવા ફીડર નાખવા - કાર્યરત કરવામાં આવ્યા છે તેમ,આજે વિધાનસભા ગૃહમાં વિવિધ ધારાસભ્યઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

ઊર્જા મંત્રી દેસાઈએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે,જ્યારે વીજ ભાર વધે ત્યારે હયાત ફીડરનું વિભાજન કરીને નવી ફીડર નાખવું પડે છે. આ નવીન ફીડર શરૂ કરવાથી ખેડૂતોને સિંચાઈ માટે વિક્ષેપ વિના વીજળી મળી રહેવાની સાથે વીજ ખર્ચ પણ ઘટે છે. જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં  રૂ.૧૭.૪૦ કરોડના ખર્ચે ૧૧૯ નવા ફીડર, અરવલ્લી જિલ્લામાં રૂ. ૨.૪૭ કરોડના ખર્ચે ૧૮ નવા ફીડર તેમજ મહેસાણા જિલ્લામાં રૂ. ૯.૩૦ કરોડના ખર્ચે ૫૦ નવા ફીડર શરૂ કરવામાં આવ્યા છે તેમ, મંત્રી શ્રી દેસાઈએ ગૃહમાં ઉમેર્યું હતું.

  • Follow us on: