કચ્છના ગાંધીધામમાંથી કોકેઈન સાથે 2 આરોપી ઝડપાયા છે,29 લાખના કોકેઈન સાથે પંજાબના 2 આરોપીઓને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયા છે,ત્યારે પોલીસે આ સમગ્ર ઘટનામાં એનડીપીએસ એકટ હેઠળ કામગીરી કરી છે, આરોપીઓ કયાં અને કોને આ કોકેઈન આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
કચ્છમાં બસ સ્ટેન્ડ પાસે ગેસ્ટ હાઉસમાં બાતમીના આધારે રેડ
કચ્છમાં બસ સ્ટેન્ડ પાસે ગેસ્ટ હાઉસમાં આ રેડ કરવામાં આવી હતી, પોલીસને બાતમી મળી હતી કે બે આરોપીઓ કોકેઈન લઈને ગેસ્ટહાઉસમાં ઉતર્યા છે ત્યારે પોલીસે તેના આધારે દરોડા પાડયા તો આરોપીઓ પાસેથી 29 લાખનું કોકેઈન મળી આવ્યુ હતુ, આરોપીઓ લોકલ ડ્રગ્સ પેડલરને આ કોકેઈન આપવાના હતા તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે, ગાંધીધામ બી ડિવિઝન પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.
ત્રણ દિવસ અગાઉ મુંદ્રામાથી ઝડપાયું 37 લાખનું કોકેઈન
કચ્છના મુંદ્રામાં 37 લાખના કોકેઈન સાથે બે ઝડપાયા છે. પશ્ચિમ કચ્છ એસઓજી અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં આરોપી પાસેથી 37 ગ્રામ કોકેઈન જપ્ત કર્યું છે. ઝડપાયેલા બંને આરોપીઓ રાજસ્થાનના હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓ વિરૂદ્ધ એનડીપીસી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ જથ્થો કોને આપવાનો હતો અને ક્યાંથી લાવ્યા હતાં તેની પણ તપાસ હાથ ધરી છે.