ખંભાતમાં પુલનો સ્લેબ પડતા બે મજૂર દટાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે જેમાં એક મજૂર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે જેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો છે તો અન્ય એક મજૂરની શોધખોળ ચાલુ છે, પુલનો સ્લેબ અચાનક નીચે પડતા આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી છે, તો મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
ખંભાતના હાથિયા ખાડ વિસ્તારમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી
ખંભાતના હાથિયા ખાડ વિસ્તારમાં કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી છે જેમાં પુલનો સ્લેબ નીચે પડતા દુર્ઘટના સર્જાઈ છે, આ ઘટનામાં મજૂરો કામ કરી રહ્યાં હતા અને તે દરમિયાન એક મજૂર મળી આવ્યો છે અને તેને માટીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે, જયારે અન્ય મજૂરની શોધખોળ યથાવત છે. ડેમના કામકાજમાં સેફ્ટીના સાધનોનો અભાવ છે તેવો આક્ષેપ આસપાસના સ્થાનિકો કરી રહ્યાં છે, 8 કરોડના પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે.
કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે બે મજૂર દટાયા
ખંભાતના હાથિયા ખાડ વિસ્તારમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે બે મજૂર દટાયા છે, પુલનો સ્લેબ બનાવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ ઘટના બની છે, તો મજૂરો ફાયર સેફટીના સાધનો વિના કામ કરી રહ્યાં હતા કે શું તે એક સવાલ છે, આસપાસના સ્થાનિકોનું કહેવું છે કે રોજ તેઓ અહીથી પસાર થતા હોય છે તે દરમિયાન દેખવામાં આવે છે કે મજૂરો સેફટીના સાધનો વિના કામ કરતા હોય છે, ફાયરની વિભાગની ટીમે પણ આ મામલે અન્ય એક મજૂરની શોધખોળ કરી છે.
પુલનો સ્લેબ નીચે પડતા દુર્ઘટના સર્જાઈ
ખંભાતમાં પુલની કામગીરી ચાલી રહી છે તે દરમિયાન આજે પુલનો સ્લેબ નીચે પડયો હતો અને બે મજૂરો દટાયા હતા જેમાં એક મજૂરની હાલત ગંભીર છે, તો આ કેસમાં પોલીસે પણ કોન્ટ્રાકટરને બોલાવી તેનું નિવેદન લીધુ છે અને પોલીસની તપાસમાં સામે આવશે કે કોન્ટ્રાકટરની બેદરકારી છે તો તેની સામે ગુનો પણ નોંધવામાં આવશે.