• બાવળા APMC ચેરમેન બળવંત ગઢવીનું રાજીનામું
  • OBC સેલના ચેરમેન ઘનશ્યામ ગઢવીએ આપ્યું રાજીનામું
  • પક્ષની કાર્યશૈલીથી નારાજ થઈ રાજીનામું આપ્યું

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો પડ્યો છે. જેમાં અમદાવાદ જિલ્લાના 2 હોદ્દેદારોએ રાજીનામું આપ્યું છે. તેમા બાવળા APMC ચેરમેન બળવંત ગઢવીએ રાજીનામું આપ્યુ છે. OBC સેલના ચેરમેન ઘનશ્યામ ગઢવીએ રાજીનામું આપ્યું છે.


બન્ને કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે

પક્ષની કાર્યશૈલીથી નારાજ થઈ રાજીનામું આપ્યું છે. બન્ને કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે. અમદાવાદમાં લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે.

પક્ષની કાર્યશૈલીથી નારાજ અમદાવાદ જિલ્લાના 2 હોદ્દેદારોએ રાજીનામું આપ્યું છે. તેમાં અમદાવાદ જિલ્લા પ્રમુખ તેમજ બાવળા APMC ચેરમેન બળવંત ગઢવી અને OBC સેલના ચેરમેન ઘનશ્યામ ગઢવીએ રાજીનામું આપ્યું છે. બંને આગેવાનો તેમના કાર્યકર્તા સાથે આગામી દિવસોમાં ભાજપમાં જોડાશે.

અગાઉ ઉત્તર ગુજરાતમાં ગુજરાત કોંગ્રેસને ઝટકો લાગ્યો હતો

લોકસભાની સામાન્ય ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે. અગાઉ ઉત્તર ગુજરાતમાં ગુજરાત કોંગ્રેસને ઝટકો લાગ્યો હતો. તેમાં વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું ધરી દેતા કોંગ્રેસ આઘાતમાંથી બહાર આવ્યું નહોતું, ત્યાં કોંગ્રેસના પાટીદાર નેતાએ પાર્ટીને રામ રામ કહી દીધા હતા. ડો વિપુલ પટેલ હિંમતનગર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂક્યા છે. એટલું દ નહીં, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે પણ રહી ચૂક્યા છે. સતત ચાર ટર્મથી સાબરડેરીના ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે. અરવલ્લી અને સાબરકાંઠાના દિગ્ગજ સહકારી નેતા તરીકે પણ ડો વિપુલ પટેલની ગણના કરવામાં આવે છે.

  • Follow us on: