અમદાવાદના નારોલમાં દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ગેસ ગળતરની ઘટના બનતા બે વ્યકિતના ઘટના સ્થળે મોત થયા છે જયારે 7 લોકોને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,જે લોકો બેભાન થયા હતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.સલ્ફ્યુરિક એસિડનું ટેન્કર ખાલી કરતા આ ઘટના બની હતી.સાથે સાથે ફાયર વિભાગે ઘટના સ્થળે જઈ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.પોલીસ દ્રારા જીપીસીબી ફેક્ટરી ઇન્સ્પેક્ટરને સ્થળ તપાસ માટે બોલાવાયા છે.
કઈ રીતે બની ઘટના
નારોલમાં દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં સલ્ફ્યુરિક એસિડનું ટેન્કર ખાલી થતું હતું ત્યારે, બ્લીચિંગ વિભાગમાં કોસ્ટિક સોડા સાથે રીએકશન થતાં ફયુમના કારણે જે માણસો કામ કરતા હતા એ લોકોને ગેસની અસર થતા બેભાન થઈને ઢળી પડયા હતા તો સાથે સાથે બે લોકોને તો સારવાર મળે તે પહેલા જ મોત થયા હતા,ફેકટરીમાં દોડધામ મચી હતી અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી પડી હતી.આ ઘટનામાં અસલાલી ફાયર સ્ટેશન ટીમ, 1 સ્ટેશન ઓફિસર, 1 ડીવીઝનલ ઓફિસર, 1 સબ ઓફિસર , 10 ફાયર ફાઇટર જવાન,ઈમરજન્સી વાન અને RIV વ્હીકલ સ્થળ પર પહોંચ્યું હતુ.

પોલીસે હજી ગુનો નોંધ્યો નથી
સમગ્ર ઘટનાને લઈ નારોલ પોલીસે હજી જાણવાજોગ લીધી અને ઈજાગ્રસ્તોના નિવેદનની કામગીરી ચાલી રહી છે,કંપનીના કોઈ મેનેજર કે માલિક સામે હાલમાં કોઈ ગુનો નોંધાયો નથી પણ પોલીસ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે,આગામી સમયમાં ગુનો પણ નોંધાઈ શકે છે.
પ્રાથમિક સારવાર હેઠળ ખસેડાયેલાની યાદી
મફુઝ અંસારી 42 વર્ષ
મહેન્દ્રભાઈ 50 વર્ષ
ઇશાદ ખાન 25 વર્ષ
મંગલ સિંઘ 56 વર્ષ
અશોકભાઈ 56 વર્ષ
માલજીભાઈ 59 વર્ષ
લવકુશ 32 વર્ષ
કમલ યાદવ 25 વર્ષ
ગેસ ગળતર સમયે શું ન કરવું જોઈએ?
ગેસ ગળતર થાય ત્યારે બચાવ કામગીરી સમયે તેમાં ન રોકાયેલા લોકોએ ત્યાં ભેગા ન થવું જોઈએ. ગેસ ગળતરનું ક્ષેત્ર સત્તાવાળા તરફથી પૂર્ણ રીતે સલામત ઘોષિત ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈએ નહી.બચાવ કામગીરીના પ્રશિક્ષણ અને તે માટેના જરૂરી સરંજામ વગર બચાવ કામગીરીમાં જોડાવું નહી.