• સુરતમાંથી ડુપ્લીકેટ માર્કશીટ સાથે એજન્ટ પકડાયો
  • એજન્ટ પાસે અલગ અલગ યુનિ.ની 137 નકલી માર્કશીટ ઝડપાઈ
  • સુરત પોલીસે એજન્ટ નિલેશ સાવાલિયની કરી ધરપકડ

સુરતમાં નકલી માર્કશીટ અને સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપાયું છે. જેમાં પોલીસ દ્વારા કતારગામ પાટીદાર ભવન પાસે યશ એજ્યુકેશન એકડેમીમાં 22 એજ્યુકેશન સંસ્થાના નકલી માર્કશીટથી લઈ સર્ટિફિકેટ મળી આવ્યા છે. આ સાથેજ સંચાલક નિલેશ સાવલિયાની ધરપકડ કરી હતી. જેમાં 137 નકલી માર્કશીટ અને વિવિધ બોગસ માર્કશીટની વિગતો મળી આવી છે.આજે પોલીસ તપાસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વધુ 24 માર્કશીટો મળી આવી છે.આ ડિગ્રીને આધારે ગુજરાતના કેટલાક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કે નોકરી માટે ઉપયોગ કરતા હોવાની બાતમી હતી. દિવસોના વર્કઆઉટ બાદ પોલીસ ગુરુવારે મધરાત્રે આ દુકાનમાં રેઇડ કરી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મોકલી હતી માર્કશીટ

સમગ્ર ઘટનાને પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથધરી છે,તો બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને માર્કશીટની વિગતો મોકલવામાં આવી હતી જેમાં તપાસ કરતા માર્કશીટ નકલી હોવાનું સામે આવ્યું છે,પોલીસની પૂછપરછ દરમિયાન આજે વધુ 24 માર્કશીટ ઝડપાઈ છે.

કેવી રીતે ચાલી રહી હતી પ્રક્રિયા

છેલ્લાં 14 વર્ષથી યશ એજ્યુકેશન એકેડેમીના નામથી સંસ્થા ચલાવે છે. 2011 માં તેણે મહિધરપુરા ઓફિસ ખોલી હતી જે પછી કતારગામ આંબાતલાવડીમાં શિફ્ટ કરી હતી. વિદેશ જવા માટે જે લોકોને નકલી ડિગ્રી જોઇતી હોય તેની પાસેથી ઊંચી ફી લઇ વિગતો ફરીદાબાદના મનોજકુમારને મોકલી આપતો. મનોજ નોઈડાના રાહુલ સૈની અને કરણની મદદથી માંગ્યા મુજબની યુનિ. અને ડિગ્રીવાળી માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવી કુરિયર મારફત મોકલી આપતો હતો. 20 હજારથી પાંચ લાખ રૂપિયા ફી લેવાતી હોવાની વિગતો સામે આવી છે.

  • Follow us on: