- કાંટીવાસ માલણા અને ગોઠડા વચ્ચે અકસ્માત
- રિક્ષામાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે મોત
- અન્ય 4 ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા
બનાસકાંઠામાં અકસ્માતથી 3 લોકોના મોત થયા છે. જેમાં કાંટીવાસ માલણા અને ગોઠડા વચ્ચે અકસ્માત થયો છે. તેમાં ટેન્કર અને રિક્ષા સામ સામે અથડાયા હતા. રિક્ષામાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા છે.
અન્ય 4 ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા
અન્ય 4 ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. જેમાં મૃતકો કોંટીવાસ માલણાના રહેવાસી હતા. કાંટીવાસ માલણા અને ગોઠડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સતલાસણાના ગોઠડા પુલ ઉપર ભયંકર અકસ્માત થતા આસપાસના લોકો મદદે આવી પહોંચ્યા હતા. દૂધ સાગર ડેરીના ટેન્કર અને રિક્ષા સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. રિક્ષામાં સવાર 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. તથા વધુ ચાર લોકોની તબીયત નાજુક થતા તાત્કાલિક સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા.
ટેન્કર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
દાંતાના કાંટીવાસ- ગોઠડા ગામ વચ્ચે ટેન્કર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે. દૂધ સાગર ડેરીના ટેન્કર અને રિક્ષા સામ સામે ટકરતા આ અકસ્માત સર્જાયો હતો. રિક્ષામાં સવાર 7 લોકોમાંથી 3ના ઘટના સ્થળે મોત થયા છે જ્યારે વધુ ચાર લોકો ગંભીર ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા છે. ઘટનામાં કમનસીબ મૃતકો દાંતાના કાંટીવાસ માલણા ગામનાના હોવાનું સામે આવ્યું છે.
5 હિટ એન્ડ રનની ઘટના બની
ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, તાજેતરમાં જ અમદાવાદ, ભાવનગર, સુરત, રાજકોટ, બનાસકાંઠા બાદ હવે મહેસાણામાં હિટ એન્ડ રનની ઘટનાથી લોકોમાં ફફટાટ ફેલાયો છે. મહેસાણામાં એક જ દિવસમાં પાંચ હિટ એન્ડ રનની ઘટના બનતા લોકોમાં ભય ફેલાયો છે, આ ઘટનાઓમાં અલગ અલગ સ્થળે કુલ એક વ્યક્તિનુ મોત થયું છે, જ્યારે ચારથી વધુ ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી પ્રમાણે, મહેસાણા જિલ્લામાં હિટ એન્ડ રનની ઘટના ટૉક ઓફ ધ ટાઉન બની છે. મહેસાણામાં તેજ રફતાર વાહન ચાલકોનો કહેર વધતાં એકે જીવ ગુમાવ્યો છે, તો વળી, ચારથી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા બાદ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.