- એસટી બસને નડ્યો અકસ્માત
- ભાવનગરમાં તળાજા પાસે બની ઘટના
- 21 મુસાફરોને થઈ ઈજા
ભાવનગરમાં એસટી વિભાગની એક બસને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં તળાજા નજીક એક એસટી બસ રોડ પરથી ઉતરી ગઈ હતી. જેથી અંદર બેઠેલા 21 મુસાફરોને નાની-મોટી ઈજા થઈ હતી.
આ મામલે વધુ જાણકારી અનુસાર ભાવનગરમાં એસટી બસને રોડ પરથી નીચે ઉતરી ગઈ હોવાની જાણકારી સામે આવી હતી. આ ઘટનાની વધુ માહિતી પ્રમાણે આ બનાવ તળાજા નજીક બન્યો હોવાનું સામે આવ્યું હતું. મહુવા ભાવનગર રૂટની આ બસને અકસ્માત નડતા તેના પરિણામસ્વરૂપે બસમાં બેઠેલા 21 લોકો પ્રભાવિત થયા હતા. આ તમામ 21 મુસાફરોને નાની-મોટી ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ઘાયલોને વધુ સારવાર મળી રહે તે માટે તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.













