અમદાવાદની કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલના 9 તબીબોને સસ્પેન્ડ કરાયા છે,એસો. પ્રોફેસર દેવાંગ રાણા સહિત 9 તબીબને સસ્પેન્ડ કરાયા છે અને કોન્ટ્રાકટ પર રહેલા 8 તબીબો એમ કુલ મળીને 9 તબીબોને સસ્પેન્ડ કરાયા છે,VS હોસ્પિટલ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં આ કાર્યવાહી કરાઈ છે જેમાં તપાસ સમિતિ સમક્ષ ડોક્ટરોએ જવાબ લખાવ્યા છે.


વીએસ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર રહેલા 8 તબીબને કરાયા સસ્પેન્ડ

વીએસ હોસ્પિટલનાં એસો. પ્રોફેસર દેવાંગ રાણાને પણ 9 તબીબોમાં સસ્પેન્ડ કરવામં આવ્યા છે,કિલીનીકલ ટ્રાયલ કેસમાં વિજિલન્સનાં રિપોર્ટના આધારે પગલા લેવામાં આવ્યા છે.યાત્રી પટેલ , ધૈવત શુકલ , રાજવી પટેલ , રોહન શાહ , કૃણાલ સથવારા , શાલીન શાહ , દર્શિલ શાહ અને કંદર્પ શાહ સામે પગલાં લેવામાં આવ્યા છે,તો આ ડોકટરો વીએસ હોસ્પિટલમાં ગેરકાયદે દવાના કિલીનીકલ ટ્રાયલ કરાયા હતા અને તેની તપાસ કરવામાં આવી હતી જેના કારણે નિસિપલ કમિશનર સમક્ષ તપાસ સમિતિએ રીપોર્ટ રજૂ કર્યો હતો.

VSમાં રિસર્ચના નામે કરોડોના કૌભાંડમાં સંડોવણી

VS હોસ્પિટલમાં ફાર્મા કંપનીઓના રિસર્ચના નામે લાખો, કરોડો રૂપિયાની લેતી દેતી કરવામાં ડોક્ટરો સંડોવાયેલા હોવાના આક્ષેપમાં સચ્ચાઇ પૂરવાર થયાં બાદ છેવટે Vsમાં કાર્યકોલોજિસ્ટ તરીકે ફરજ ભજાવતા ડો.દેવાંગ રાણાને સસ્પેન્ડ કરવાનો અને કોન્ટ્રાક્ટ ઉપર ૨ખાયેલા ૮ ડોક્ટરોને પાણીચું પકડાવી દેવાતા મ્યુનિ. તબીબી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. AMC સંચાલિત VS હોસ્પિટલમાં ફરજ બજાવતા એસોસીએટ પ્રોફેસર ડો. દેવાંગ રાણાને એક્ષ્પર્ટ ફામેકોલોજિસ્ટ તરીકે કામગીરીમાં ગેરશિસ્ત અને ગેરરીતિ આચરવા બદલ તાત્કાલિક અસરથી સરસ્પેન્ડ કરાયા છે તેમજ તત્કાલીન મેડિકલ સુપ્રીન્ટેન્ડેન્ટ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

VS હોસ્પિટલમાં ફરજ બજાવતા ૮ કોન્ટ્રાક્ચ્યુઅલ ડોક્ટરોને પણ છૂટા કરવામાં આવ્યા

DGCIના નિયમો અનુસાર એથિકલ કમિટીની રચના ન થઈ હોવાનું તેમજ એથિકલ કમિટીની રિસર્ચની કામગીરી નિયમોનુસાર ન થઈ હોવાનું તેમજ કિક્લનિકલ રિસર્ચમાં ગેરરીતિ અને નાણાંકીય વ્યવહારોમાં અનિયમિતતા અંગેની ફરિયાદોમાં કમિટીની તપાસના અહેવાલ બાદ ડો. દેવાંગ રાણાને સરપેન્ડ કરાયા છે.

વી. એસ.હોસ્પિટલમાં દર્દી ઉપર કિલનિકલ રિસર્ચમાં ગેરરીતિ કરતા

ગત મ્યુનિ. બોર્ડમાં વિપક્ષના મહિલા કોર્પોરેટરે વી.એસ.હોસ્પિટલમાં દર્દીઓ ઉપર ફાર્મા કંપનીઓને દવાના રિસર્ચની મંજૂરી આપવા માટે લાખો કરોડો રૂપિયાની લેતીદેતી થઈ હોવાનો અને તેમાં વી.એસ.ના ડોક્ટરો સંડોવાયેલા હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરવાને પગલે ખળભળી ઉઠેલાં BJPના સત્તાધીશોએ VS હોરિસ્પટલમાં આ પ્રકારના રિસર્ચ માટે મંજૂરી આપવા એથિકલ કમિટીની રચના અને તેમાં કયા પ્રકારની ગેરરીતિ થઈ તેની તપાસ માટે NHL મેડિકલ કોલેજના ડીન, VSના સુપ્રિટેન્ડન્ટ તથા વિજિલન્સ ખાતાના ડાયરેક્ટર તથા DYMC વગેરેની કમિટી બનાવી તાત્કાલિક તપારા હાથ કરાવી હતી. આ કમિટી દ્વારા તલસ્પર્શી અને ઉંડાણપૂર્વકની તપાસ બાદ તૈયાર કરેલા ચોંકાવનારો રિપોર્ટમાં જણાવાયુ હતું કે. વી. એસ.હોસ્પિટલમાં દર્દી ઉપર કિલનિકલ રિસર્ચમાં ગેરરીતિ અને નાણાંકીય વ્યવહારોની અનિયમિતતા પૂરવાર થાય છે. આ રિપોર્ટને ગંભીરતાથી થઈ AMC કમિશનર બંછાનિધિ પાનીએ તાબડતોબ પ્રથમ તબક્કાનાં પગલા લેતાં એસો. પ્રોફેસર અને એક્સપર્ટ ફૉર્મકોલોજિસ્ટ તરીકે કરજ બજાવતાં ડો.દેવાંગ રાણાને સરપેન્ડ કરી દીધા છે અને તત્કાલીન મેડિકલ સુપરિટેન્ડન્ટ સામે કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.


  • Follow us on: