• વઢવાણમાં રહેતા 31 વર્ષિય અંકિત રાવલનું મોત
  • યુવકને છાતીમાં દુઃખાવો થતા હોસ્પિટલ ખસેડાયો હતો
  • મૃતક યુવકે વેકસીન પણ લીધી હોવાનું તપાસમાં બહાર આવ્યું

સુરેન્દ્રનગરમાં 31 વર્ષિય યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ છે. જેમાં વઢવાણમાં રહેતા 31 વર્ષિય અંકિત રાવલનું મોત થયુ છે. યુવકને છાતીમાં દુઃખાવો થતા હોસ્પિટલ ખસેડાયો હતો. જેમાં હોસ્પિટલ પહોંચે તે પહેલા જ યુવકનું મોત થયુ છે.

મૃતક યુવકે વેકસીન પણ લીધી હોવાનું તપાસમાં બહાર આવ્યું

વઢવાણ GIDC વિસ્તારમાં આવેલા ત્રણ માળિયા મકાનમાં વસવાટ કરતા 31 વર્ષીય યુવક અંકિત રાવલને હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં બેહોશ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં યુવકને લઈ ગયા બાદ હાજર તબીબે યુવકને મૃત જાહેર કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. હાર્ટ અટેકના વધતા બનાવોએ જિલ્લા વાસીઓની ચિંતા વધારી છે. તેમાં મૃતક યુવકનો પરિવાર શોકમગ્ન બન્યો છે. તથા મૃતક યુવકે વેકસીન પણ લીધી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

સુદામડા ગામે હાર્ટ એટેક આવવાનો બનાવ બન્યો હતો

અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના તાલુકાના સુદામડા ગામે હાર્ટ એટેક આવવાનો બનાવ બન્યો હતો. 25 વર્ષીય યુવાન કલ્પેશ ચાવડાનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતુ. ઉલ્લેખનીય છે કે, યુવાન પોલીસમાં ભરતીની તૈયારી કરી રહ્યો હતો. તે દરમિયાન દોડની પ્રેક્ટિસ કરતી વખતે જ હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે લોહી હૃદય સુધી પહોંચતું નથી, પરંતુ કાર્ડિયાક અરેસ્ટમાં હૃદય અચાનક કામ કરવાનું બંધ કરી દે છે. જ્યારે ધમનીઓમાં લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે અથવા અટકી જાય છે, ત્યારે હૃદયનો તે ભાગ ઓક્સિજનના અભાવે મૃત્યુ પામે છે. બીજી તરફ, કાર્ડિયાક અરેસ્ટમાં હૃદય અચાનક ધડકવાનું બંધ કરી દે છે.


  • Follow us on: