દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 60 વર્ષના આધેડની લાકડીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે,ભોપલકા ગામમાં હત્યાના બનાવથી અરેરાટી વ્યાપી છે ત્યારે અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની ચર્ચાએ જોર પકડયું છે,કલ્યાણપુર પોલીસે વધુ તપાસ હાથધરી છે,ઘટનાને લઈ સમગ્ર ગામમાં રોષની સાથે દુખની લાગણી પણ જોવા મળી છે.


કલ્યાણપુર પોલીસે વધુ તપાસ હાથધરી

કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે મોડી રાત્રે આધેડની હત્યા કરવામાં આવી છે,ગામના લોકોએ જ આધેડને લાકડીના ઘા મારી હત્યા કરી નાખી છે,દેવરામભાઈ સોનગરા નામના ઉમર 60 વર્ષના આધેડની લાકડીના ઘા હત્યા કરતા પરિવારમાં દુખની લાગણી જોવા મળી છે,પોલીસે હત્યારોને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે,પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે.

ગામના લોકોએ કરી હત્યા

મળતી માહિતી પ્રમાણે વાત કરવામા આવે તો ગામના લોકોએ જ આ આધેડની હત્યા કરી છે,આધેડ ઘરની બહાર બેઠા હતા તે દરમિયાન કેટલાક શખ્સો લાકડી લઈને આવ્યા અને સીધો આધેડ પર હુમલો કરી દીધો હતો,ઘરના અને આસપાસના લોકોએ આધેડને બચાવાનો પ્રયત્ન કર્યો પણ આધેડ બચી શકયા ન હતા,ત્યારે પોલીસે પંચનામુ કરીને આસપાસના લોકોના નિવેદન પણ લીધા છે,ત્યારે હત્યારાઓને ઝડપવા માટે પોલીસ પણ દોડધામ કરી રહી છે,આધેડની હત્યાથી સમગ્ર પંથકમાં રોષની લાગણી જોવા મળી છે. 

  • Follow us on: