રાજકોટનના લોધીકામાં ગઈકાલે વિધાર્થી દ્રારા આપઘાત કરવામાં આવ્યો છે જેમાં તેણે શાળાના શિક્ષકો વિરુદ્ધ ફરિયાદ કરતા કરતા એક વીડિયો બનાવીને પોતાની આપવીતિ જણાવી હતી ત્યારે પોલીસે સ્યુસાઈડ નોટ અને વીડિયોના આધારે 3 શિક્ષકો સામે ગુનો નોંધ્યો હતો,બીજી તરફ પરિવારજનોએ શિક્ષકોને કાયમ માટે સસ્પેન્ડ કરવાની માગ કરી છે.બે શિક્ષિકા અને એક શિક્ષક સામે ફરિયાદ નોંધાઈ છે.
ઘટનાને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ટીમ બનાવવામાં આવી હતી
માધ્યમિક સ્કૂલના ત્રણ શિક્ષકોના ત્રાસ અને ધમકી મામલે વિધાર્થીએ સ્યુસાઈડ કર્યુ હોવાની વાત સામે આવી હતી જેને લઈ શિક્ષણ વિભાગ દ્રારા અલગ-અલગ ટીમો બનાવીને શાળામાં તપાસ શરૂ કરવામાં આવી હતી,શાળામાં અન્ય વિધાર્થીઓના નિવેદન પણ નોંધવામાં આવશે,સાથે સાથે લોધીકા પોલીસ દ્વારા ઘટના અંગે 3 શિક્ષકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
લોધીકામાં વિધાર્થીના આપઘાત મામલે તપાસ તેજ
વિધાર્થીએ સમગ્ર કેસમાં સ્યુસાઈડ નોટમા શિક્ષકોના ત્રાસની વાત કરી છે.મોટવડાની સરકારી શાળામાં વિધાર્થી ભણતો હતો અને પરીક્ષાનું પેપર આપી તે ઘરે આવ્યો અને વીડિયો બનાવ્યો અને આપઘાત કર્યો છે.ધ્રુવિલ વારું નામના વિદ્યાર્થીએ આપઘાત કરતા પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ પણ તપાસ તેજ કરી છે.શિક્ષક દ્વારા પરીક્ષામાં ચોરી કર્યાનો આરોપ લગાવી પોલીસ કેસ થશે એવી ધમકી આપતા પોલીસ કેસના ડરના કારણે અને જેલમાં જવાની બીકના કારણે આપઘાત કરી લીધો હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પોલીસે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો
પોલીસે વિધાર્થીનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે અને તપાસ હાથધરી છે,જે ત્રણ ક્ષિક્ષકો છે તેમના હજી કોઈ નિવેદન લેવામાં આવ્યા નથી શાળાના આચાર્યનું નિવેદન લેવામાં આવ્યું છે,સાથે સાથે સ્યુસાઈડ નોટ પણ જપ્ત કરવામાં આવી છે,આ તપાસમાં સાચું કારણ શું સામે આવે છે તે તો સમય જ બતાવશે,પરિવારના સભ્યોની એક જ માગ છે કે શિક્ષકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે,ગુજરાતના શિક્ષકો તમે પણ ભવિષ્યમાં આવી રીતે કોઈ વિધાર્થીને ડરાવતા અને ગભરાવતા નહી.