- પતંગ પકડવા જતા બાળકને લાગ્યો વીજ કરંટ
- બાળક ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડાયો
- બાળકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે
સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં 6 વર્ષના બાળકને વીજ કરંટ લાગ્યો છે. તેમાં પતંગ પકડવા જતા બાળકને વીજ કરંટ લાગ્યો છે ત્યારે બાળક ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડાયો હતો. બાળક વીજળીના થાંભલા પર પતંગ પકડવા ચડ્યો હતો.
પાંડેસરામાં ચોંકાવનારી ઘટના બની
અગાઉ પાંડેસરામાં ચોંકાવનારી ઘટના બની હતી. ઘટનામાં ત્રીજા માળની બાલ્કનીમાંથી પાંચ વર્ષની બાળકી પટકાતા મોત થયુ હતુ. બાળકી રમતા-રમતા બાલ્કનીમાંથી નીચે પટકાઈ હતી. તથા બાળકી નીચે પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જેમાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ બાળકીનું મોત થયુ હતુ. પાંડેસરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તેમજ પાંડેસરાના નેમનગરની બે વર્ષીય બાળકીનુ રમતા રમતા બીજા માળેથી નીચે પટકાઈ પડતા મોત નીપજયું હતું. પાંડેસરાની નેમનગર ગુજ.હાઉ. બોર્ડ ખાતે રહેતા વૈદપ્રકાશ મિશ્રાની બે વર્ષીય પુત્રી અનમોલ પોતાના ઘરના બીજા માળે રમી રહી હતી. દરમિયાન રમતમાં મશગુલ અનમોલ રમતા રમતા નીચે પટકાઈ પડી હતી.
સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું
બીજા માળેથી પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અનમોલને સારવાર અર્થે તાત્કાલીક નીર્મલ હોસ્પિટલ ખસેડાઈ હતી અને ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાઇ હતી. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. બનાવ અંગે પાંડેસરા પોલીસે અકસ્માત મોત નોંધ કરી હતી.