• મિત પ્રવીણભાઈ પટેલ નામના 23 વર્ષના યુવાને કરી આત્મહત્યા
  • બે મહિના અગાઉ લંડન અભ્યાસ માટે ગયો હતો યુવાન
  • મિતે મા બાપની માફી માગતી ઓડિયો બનાવી કરી આત્મહત્યા

હાલમાં બાળકોને સારા એજ્યુકેશન માટે વિદેશ મોકલવાનું ચલણ વધી રહ્યું છે. આ વચ્ચે વિદેશમાં જઈને બાળકો સાથે અનિચ્છિનિય ઘટનાઓ પણ વધી રહી છે. જેમાં વિદેશમાં ભણવા માટે મોકલતા મા બાપ માટે લાલ બત્તી સમાન કિસ્સો પાટણમાં સામે આવ્યો છે.

ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના યુવાન મિત પ્રવીણભાઈ પટેલ 23 વર્ષના યુવાને લંડન યુકેમાં આત્મહત્યા કરી છે. સૌથી ચોંકવનારી ઘટના તો એ છેકે આ યુવાન હજી બે મહિના અગાઉ લંડન યુકે માં અભ્યાસ માટે ગયો હતો. જ્યાં તેને કોઈ ત્રાસ આપતું હોવાનો વીડિયો સામે આવ્યો છે.

એટલું જ નહીં મીત પટેલે પોતાના મા બાપની માફી માગતા ઓડિયો બનાવી આત્મહત્યા કરી છે. તેમજ ઓડિયોમાં મિત પટેલ કહી રહ્યો છે કે મમ્મી પપ્પા મને માફ કરજો મેં તમારા 15 લાખ બગાડ્યા છે. મીત પટેલને કોઈ ત્રાસ આપતું હતું અને તેને કંટાળી આત્મહત્યા કરી હોવાનું ઓડીયોમાં બોલી રહ્યો છે.

તેમજ મીતનો જે ઓડિયો સામે આવ્યો છે કે, હું અહીંયા ફસાઈ ગયો છું હવે મારી પાસે કોઈ રસ્તો નથી. જેમાં મીત પટેલ ઓડિયોમાં બોલી રહ્યો છે. બે મહિના અગાઉ યુવાન લંડન અભ્યાસ માટે ગયો હતો. જેના કારણે માતાપિતા માટે ચિંતાનો વિષય છે.

  • Follow us on: