- મુખ્યમંત્રી અને ACBમાં ઓનલાઇન રજૂઆત કરાઇ
- સુરતના આકાશ પટેલ નામના વ્યક્તિએ કરી ફરિયાદ
- જૂની ટિકિટો ઊંચા ભાવના સિક્કા મારી વેચ્યાનો આક્ષેપ
પાટણની રાણકી વાવમાં ટિકિટ કૌભાંડ મુદ્દે ફરિયાદ થઇ છે. જેમાં ટિકિટ કૌભાંડ મુદ્દે અધિકારીઓને ઓનલાઇન ફરિયાદ કરાઇ છે. તેમાં મુખ્યમંત્રી અને ACBમાં ઓનલાઇન રજૂઆત કરાઇ છે. જેમાં સુરતના આકાશ પટેલ નામના વ્યક્તિએ ફરિયાદ કરી છે.
જૂની ટિકિટો ઊંચા ભાવના સિક્કા મારી વેચ્યાનો આક્ષેપ
જૂની ટિકિટો ઊંચા ભાવના સિક્કા મારી વેચ્યાનો આક્ષેપ છે. તેમાં રૂ.5 ની જૂની ટિકિટ પર 40 રૂ.નો સિક્કો મારી વેચ્યાનો આક્ષેપ થયા છે. ઓનલાઇન ટિકિટની જગ્યાએ ફિજીકલ ટિકિટ આપ્યાના આક્ષેપ છે. CCTV કેમેરા બંધ રાખવામાં આવતા હોવાનો પણ આક્ષેપ થયા છે. પાટણ પુરાતત્વ વિભાગ અધિકારી અને કર્ચમારીઓ પર આક્ષેપ થયા છે. તેમાં કૌંભાડની ફરિયાદ બાદ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. તેમજ ફરિયાદ બાદ CCTV કેમેરા તાત્કાલિક શરૂ કરવામાં આવ્યા છે.
જૂની ટિકિટને રૂપિયા 40 નો નવો સિક્કો મારતા
વર્લ્ડ હેરિટેજ સાઈડ રાણીની વાવમાં મોટુ ટિકિટ કૌભાંડ થયું હોવાની ઓનલાઈન ફરિયાદ થઇ હતી. જેમાં સુરતના આકાશ પટેલ નામના સમાજ સેવકે ટિકિટ કૌભાંડને ઉજાગર કર્યું છે. જેમાં રાણીની વાવમાં બંધ થઈ ગયેલ પાંચ રૂપિયાની જૂની ટિકિટને રૂપિયા 40 નો નવો સિક્કો મારી વેચાણ કરાતું હતું. ફરિયાદમાં પાટણ પુરાતત્વ વિભાગના અધિકારી એવા સી.એ ઈમરાન મન્સુરીને મુખ્ય કૌભાંડી ગણાવવામાં આવ્યા છે.
કુલ 6 કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ થઇ
ફરિયાદી દ્વારા કૌભાંડમાં સંડોવાયેલ રાણીની વાવના કુલ 6 કર્મચારીઓ વિરુદ્ધ પુરાતત્વ વિભાગના જનરલ ડાયરેક્ટર દિલ્હી, ગુજરાતના મુખ્યમંત્રી, અમદાવાદ એસીબી ફરિયાદ થઇ છે. જેમાં CA ઈમરાન મન્સુરી, MTS મહેન્દ્ર પટેલ, MTS જવાનજી ઠાકોર, ઑતીયા તેજસ ખાનગી કર્મચારી, પંકજસિંહ સિક્યુરિટી, યોગી રીટાબેન સિક્યુરિટી રાણીની વાવના 6 કર્મચારીઓ વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ ઓનલાઈન ફરિયાદ થઇ છે.