- પાતલ ગામના ડેપ્યુટી સરપંચ લાંચ લેતા ઝડપાયા
- ભૂપેન્દ્ર ગામીત અને શંકર ચૌધરીને ACBએ ઝડપી પાડ્યા
- જમીન લેવલીંગનો ઠરાવ પાસ કરાવવા માગી હતી લાંચ
રાજ્યમાં લાંચિયા અધિકારીઓ પર ACB ની કાર્યવાહી ચાલી રહી છે. આ વચ્ચે સુરત જિલ્લાના માંડવીના પાતાલ ગામનો ડેપ્યુટી સરપંચ અને સાલૈયા બેઠક તાલુકા પંચાયતનો કોંગ્રેસનો સભ્ય અને પંચાયત વિપક્ષ નેતા શંકર ચૌધરી લાંચ લેતા ઝડપાયા હતા. જમીન લેવલીંગ કરવા માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરાવવા દોઢ લાખની માંગણી કરી હતી. જેમાં ફરિયાદી પાસેથી અંતે 80 હજારની માંગણી કરી હતી.
આ અંગેની માહિતી અનુસાર આજે તાપી એસીબીએ અગ્રેશ્વર મહાદેવ મંદિર પાસે 35 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયા હતા. સુરત જિલ્લાના માંડવી ખાતે આજે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ લાંચના છટકામાં ઝડપાઇ ગયા હતા. ઘટના એ હતી કે, ફરિયાદી ખેતીની જમીનને લેવલીંગ કરવા માટે પાતાલ ગ્રામ પંચાયતમાં અરજી આપી હતી.













