- રાજસ્થાનના ગેંગના બે સભ્યોની પોલીસે કરી ધરપકડ
- બલવીર ઉર્ફે બીરબલ ચૌહાણ અને દિનેશ ભાટીની કરાઈ ધરપકડ
- બહાદુર અને સુરજ ચૌહાણ નામના વ્યક્તિઓની શોધખોળ શરૂ
ATM માંથી નાણા ઉપાડવા આવતા લોકોની સાથે છેતરપીંડિ કરીને બેંક ખાતેદારોમાંથી પૈસા ઉપાડી લેતી ટોળકીની મોટી વિગતો સામે આવી છે. કેટલાંક ભેજાાબાજોએ ATM માંથી ગ્રાહકના નાણાં ઉપાડી લેવા ખાસ પ્રકારની પ્લેટના આધારે નવી કરામત શરૂ કરી હતી. પોલીસે આ ટોળકીના બે આરોપીને ઝડપી લીધા છે.
કેવી રીતે કરવામાં આવતી હતી ચોરી
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા ટૂંકાગાળામાં આ રીતે થયેલી ચોરી,ઠગાઇના પાંચ ગુનામાં સામેલ રાજસ્થાનના દિનેશ ભાટી અને બીરબલ ચૌહાણ નામના બે ભેજાબાજને ઝડપી લીધા છે. આ આરોપીઓની કરતૂતની વિગતો જાણીને પોલીસ અધિકારીઓ પણ દંગ રહી ગયા છે. આ શખ્સોએ રાજકોટના પાંચ ઉપરાંત મોરબી-ટંકારામાં બે એટીએમમાં ચોરી અથવા ચોરીનો પ્રયાસ કર્યો હતો.
ATM મશીનને ગેસ કટરથી કાપીને અથવા મશીન તોડીને લાખો રૂપિયાની ચોરી કરતી અનેક ટોળકીઓ પણ પકડાઇ ચૂકી છે. જો કે પોલીસ પુછપરછમાં આરોપીઓએ રાજકોટ શહેરમાં 4 તેમજ અંકલેશ્વરમાં મળી કુલ 5 ATM મશીનમાં ચોરી અને ચોરીના પ્રયાસ કર્યા હોવાની કબુલાત કરી છે.
વિવિધ શહેરોમાં ચોરી કરી
જયારે છેલ્લા એક મહિનામાં સુરત, રાજકોટ, વડોદરા, ટંકારા અને વાંકાનેરમાં મળી કુલ 17 ATMમાંથી ચોરી અને ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યુ છે. જેમાં ચોરીમાં તેમને 18,800 રકમ ચોરી થયાની કબૂલાત આરોપીઓએ પોલીસ પુછપરછમાં આપી હતી.ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 30 હજારની રોકડ સહિત,પતરાની પ્લેટ,2 મોબાઈલ અને એક બાઈક મળી 70 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.