• રામ ભક્ત દ્વારા અમદાવાદમાં બનાવાયું અયોધ્યા
  • 20 ફૂટ ઊંચા પૂંઠા,કાગળથી બનાવ્યું અયોધ્યાનું મંદિર
  • 22 જાન્યુઆરી સુધી મંદિરના કરી શકાશે દર્શન

હવે અમદાવાદમાં અયોધ્યા. હા, હવે અમદાવાદમાં ભગવાન રામના દર્શન કરી શકાશે. અયોધ્યા રામ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં તૈયારીઓ ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં રામલલા પ્રાણપ્રતિષ્ઠ મહોત્સવ લઈને અમદાવાદમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક રામ ભક્તે વિશાળ રામ મંદિર બનાવ્યું છે. આ રામ મંદિરમાં ભગવાન રામના અમદાવાદમાં જ દર્શન કરી શકાશે.

વિશાળ 20 નું રામ મંદિર બનાવ્યું

અમદાવાદમાં અયોધ્યા. સમગ્ર દેશમાં માત્ર એક જ નામ સંભળાઈ રહ્યું છે અને તે છે જય શ્રી રામ. અમદાવાદમાં અયોધ્યા એટલે કે જે ભક્તો અયોધ્યા ન જઇ શકતા હોય તે ભક્તો અમદાવાદમાં અયોધ્યાના ભગવાન શ્રી રામના દર્શન કરી શકે છે. અમદાવાદમાં રામ ભક્ત દ્વારા અમદાવાદમાં અયોધ્યા જેવું જ વિશાળ 20 ફૂટ ઊંચું પૂંઠા અને કાગળનું મંદિર બનાવ્યું છે.

મંદિર બનાવવામાં દોઢ મહિનાનો સમય લાગ્યો

અમદાવાદમાં રામ ભક્ત દ્વારા તૈયાર કરાયેલ અયોધ્યા જેવું વિશાળ 20 ફૂટ ઊંચુ મંદિર છે જેમાં અમદાવાદમાં રામ ભક્તો રોજ આ મંદિરે રામ ભગવાના દર્શન કરવા આ રામ મંદિરમાં પહોંચે છે. અમદાવાદમા બનવેલા અયોધ્યા મંદિરને બનાવવામાં દોઢ મહિનાનો સમય લાગ્યો હતો.

ગોતામાં આવેલું છે આ રામ મંદિર

અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા વંદે્ માતરમ્ સર્કલ પાસે આ આયોધ્યા રામ મંદિર જેવું જ મંદિર આવેલું છે. જ્યાં રામ ભક્તો 22 જાન્યુઆરી સુધી ભગવાન રામના દર્શન કરી શકશે. અમદાવાદમાં આયોધ્યા અનુભૂતિ કરાવતું અયોધ્યાની પ્રતિકૃતિ દર્શાવતું આ મંદિર સૌ ભક્તો માટે આકર્ષકનું કેન્દ્ર બન્યું છે. જો તમે પણ આ વિશાળ રામ મંદિરના દર્શન કરવા માંગતા હોવ તો પહોંચી જાવ અમદાવાદના ગોતા વિસ્તારમાં. જય શ્રી રામ.

  • Follow us on: