- 1992માં કાર સેવામાં જોડાયો હતો રાજેશ સોની
- માત્ર 18 વર્ષની ઉંમરે ધર્મ માટે શહીદ થયો રાજેશ
- મોદીજીના લીધે જ રામ મંદિર નિર્માણ શક્ય બન્યું
વડોદરાના સોની પરિવારને આમંત્રણ
ગુજરાતના વડોદરામાં એક પરિવારને અયોધ્યાનું ખાસ આમંત્રણ મળ્યું છે. ગુજરાતના વડોદરાના એક સોની પરિવારને અયોધ્યા રામ મંદિરનું આમંત્રણ મળ્યું છે. આ સોની પરિવારને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
કાર સેવક રાજેશ સોની
મળતી માહિતી મુજબ, લાખો લોકોની શ્રદ્ધા અને સનાતન ધર્મની રક્ષા માટેના સમગ્ર દેશના કેન્દ્ર બિંદુ સમાન સૌથી વધુ પવિત્ર ગણાતી ભૂમિ અયોધ્યામાં રામમંદિરનું હવે નિર્માણ કાર્ય થવાથી અને આગામી સમયમાં રામમામદિર ખુલ્લું મુકાવાનું હોવાથી 1992માં અયોધ્યામાં કાર સેવામાં જોડાઈને અનેક કષ્ટો વેઠનાર કાર સેવકોમાંના એક એવા કાર સેવા રાજેશ સોની કાર સેવા દરમિયાન શહિદ થયા હતા. કાર સેવક રાજેશ સોની માત્ર 18 વર્ષની ઉંમરે જ ધર્મ માટે શહીદ થયા હતા.
રાજેશની શહાદત રંગ લાવી
આજે રાજેશ સોનીના પરિવારજનોને અયોધ્યા રામ મંદિરનું આમંત્રણ મળતાં તેમના ભાઈ નિકુંજ સોની અને પરિવારજનોએ કહ્યું હતું કે, આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લીધે જ રામ મંદિર નિર્માણ શક્ય બન્યું છે. 30 વર્ષ પહેલા રામ મંદિર માટે કાર સેવા ગયેલા રાજેશની શાહદત રંગ લાવી છે. દરેક હિન્દુ માટે અયોધ્યામાં રામ મંદિર એ ગર્વની વાત છે. રાજેશનુ સપનું પુરું થયું તે અમારા માટે ગર્વની વાત છે. રાજેશ નાનપણથી ભગવાન શ્રીરામ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા અને ભક્તિ ધરાવતા હતા.
1992માં કાર સેવા અયોધ્યા
આથી વર્ષોથી અયોધ્યામાં રામલલ્લાની સ્થાપના થાય એ માટે દરેક હિંદુઓ લડત ચાલવી રહ્યા હોય તે દરમિયાન 1990માં ભાજપના દિગજ્જ નેતા લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં વિશ્વ હિન્દુ પરિષદ સહિતના તમામ હિન્દૂ સંગઠનોના નેજા હેઠળ અયોધ્યામાં રામ મંદિરનો ભવ્ય નારો ગુજયો હતો. તે માટે અયોધ્યામાં કાર સેવકોની રેલીઓમાં ગુજરાતના અનેક સ્થળેથી લોકો જોડાયા હતા અને યુપીમાં અન્ય સરકાર હોવાથી કાર સેવકોની ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી પોલીસ અને સરકારની નજરથી બચવા તેઓને અયોધ્યામાં જવા માટે નદી-નાળા, પહાડી ખડકો તેમજ ક્યારેય ન જોયા હોય એવા જંગલ જેવા રસ્તાઓમાં પગપાળા ચાલીને અનેક કિમીનું અંતર કાપીને ભારે યાતના વેઠી હતી. બીજી વખત 1992માં ફરી અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો મુદ્દો જોરદાર અસર કરતા દેશના દરેક ખૂણામાંથી લાખો લોકો અયોધ્યામાં કાર સેવા માટે ગયા હતા.