- અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને તડામાર તૈયારી
- મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમને લઈને ચારેબાજુ ઉત્સાહનો માહોલ
- દરરોજ 2થી 3 કલાકનું સ્વચ્છતા અભિયાન ચલાવવાનો નિર્દેશ
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમને લઈને ચારેબાજુ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તેવામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુરુવારે તમામ રાજ્યના નેતાઓને 22 જાન્યુઆરીએ ઉદ્ઘાટન સમારોહ પહેલા દરરોજ 2થી 3 કલાકનું સ્વચ્છતા અભિયાન ચલાવવાનો નિર્દેશ આપ્યો હતો.
BJPના ટોચના નેતાઓએ તમામ પ્રદેશ પ્રમુખોને પત્ર જારી કરીને 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરીના ઉદ્ઘાટન સમારોહ સુધી સમર્પિત સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવા અને ચલાવવા માટે કહ્યું છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે સ્વચ્છતા અંગે એક વિશેષ જાગૃતિ અભિયાન પણ શરૂ કરવામાં આવનાર છે, જેમાં સમાજના તમામ વર્ગના લોકોને સામેલ કરવામાં આવશે.













