• હત્યા કરી મૃતદેહ સળગાવવામાં આવ્યો
  • સાઈબાબા સર્કલ નજીકથી મૃતદેહ મળ્યો
  • મૃતદેહની ઓળખ માટે પોલીસ તપાસ શરૂ

રાજકોટના સાઈબાબા સર્કલ નજીક હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી.મૃતદેહની ઓળખને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે.સમગ્ર મામલે આજીડેમ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરાઈ છે,સાથે સાથે ફોરેન્સિક પીએમ અર્થે સિવિલ ખાતે મૃતદેહ ખેસડવામાં આવ્યો છે.

સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ હાથધરી

આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની હતી,તો કોના દ્રારા આ કૃત્ય કરાયુ તેને લઈ પોલીસે આસપાસના સીસીટીવીની તપાસ હાથધરી છે,સળગાયેલી હાલતમાં મૃતદેહ હોવાથી પીએમ બાદ જ ખબર પડશે કે કોનો મૃતદેહ છે,તો પોલીસે અમુક શંકાસ્પદ વ્યકિતઓની પણ પૂછપરછ હાથધરી છે.

અમદાવાદમાં 12 દિવસ પહેલા બની આવી જ ઘટના

અમદાવાદમાં નોકરી કરતો હતો. જોકે મહિલાએ પુત્રને મળવા જવાનું કહી પ્રેમીને પણ સાથે લઈ જઈ પ્લાન મુજબ દીકરાના હાથે મોતને ઘાટ ઉતાર્યો હતો. મહિલાના દીકરાએ હત્યા બાદ મૃતદેહને સળગાવી હાડકાં પણ નહેરમાં વહાવી દીધાં હતાં. એ બાદ ક્રાઈમ SOGએ એક કડીના આધારે આ ફિલ્મી ઢબે થયેલા હત્યાનો ભેદ ઉકેલી આરોપી માતા-દીકરાની ધરપકડ કરી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યાં હતાં.

સુરતમાં બે દિવસ પહેલા બની ઘાતકી હત્યા

સુરતમાં બૂટલેગરની ઘાતકી હત્યાના આરોપી 22 વર્ષીય યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. મોડીરાત્રે યુવકે ભાઈને ઘરે આવતો હોવાનું ફોનમાં કહ્યું હતું. જોકે ત્યાર બાદ પણ ઘરે ન આવતાં ભાઈને ભાઈની હત્યા થઈ હોવાની જાણ થઈ હતી. હાલ તો ડિંડોલી પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

  • Follow us on: