- હેવલોક એપાર્ટમેન્ટમાં લિફ્ટ પડતા મોત
- પાર્કિગમાં લિફ્ટનો દરવાજો ખુલ્લો હતો
- અચાનક લિફ્ટ બાળક ઉપર પડતા મોત
રાજકોટમાં બાળકના માથે લિફટ પડતા તેનું મોત થયું છે.પંચાયત ચોકમાં આવેલ હેવલોક એપાર્ટમેન્ટ બાળકના માથે લિફ્ટ પડતા થયું મોત.લિફ્ટ પાર્કિગમાં નીચેનો દરવાજો ખુલ્લો હતો જેમાં બાળકી નીચે હતી ને લિફ્ટ માથે આવી ત્યાં ઘટના સ્થળે જ તે મોતને ભેટી હતી.બાળકીના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.પોલીસે વધુ તપાસ હાથધરી.
1 મહિના અગાઉ પાટણમાં લિફટમાં લોકો ફસાયા હતા
પાટણ સ્થિત ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વહીવટી ભવન સામે આવેલ સિવાભાઈ ઉમેદભાઈ પટેલ લાયબ્રેરીમાં મોડીસાંજે વાંચન માટે આવતા 7 થી 8 વિદ્યાર્થીઓ લિફટમાં ફસાતા અન્ય વિદ્યાર્થીઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી અને શ્વાસ અધ્ધર થયા હતા. વાંચન માટે લાઈબ્રેરીમાં આવતા-જતા વિદ્યાર્થીઓ પૈકી 7 થી 8 વિદ્યાર્થીઓ લિફટમાં ચડયા હતા અને અધવચ્ચે એકાએક લિફટ અટકી જતા વિદ્યાર્થીઓ ફસાયા હતા જેની જાણ અન્ય વિદ્યાર્થીઓને થતાં કેમ્પસમાં ભારે અફડા-તફડી સાથે શ્વાસ અધ્ધર થયા હતા.ભારે જહેમત બાદ વિદ્યાર્થીઓનું સહી સલામત રેસ્કયુ કરાયું હતું.
22 એપ્રિલ 2024ના રોજ પણ બની હતી ઘટના
કેશોદ શહેરમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં બપોરના સમયે લિફ્ટ અચાનક તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના સમયે લિફ્ટમાં છ જેટલા વ્યક્તિઓ સવાર હતા જેમાંથી બે વ્યક્તિઓને કરોડરજ્જુના ભાગે વધુ ઇજાઓ પહોંચતા તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં જેમાંથી એક વ્યક્તિનું મૃત્યું થયું હતું. બપોરના ચારથી પાંચ વાગ્યાના સમય દરમિયાન અચાનક લિફ્ટ તૂટી પડતા હોસ્પિટલ માં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.
27 એપ્રિલ 2024ના રોજ પણ બની હતી ઘટના
લિફ્ટ એક સુવિધાનું માધ્યમ છે. પરંતુ આ જ લિફ્ટ હવે જોખમી બની રહી છે. લિફ્ટમાં ખામી સર્જાતા ક્યારેક અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે ગુજરાતમાં એક જ દિવસે બે બનાવો બન્યા હતા. સુરતમાં એક સોસાયટીની લિફ્ટ તૂટી પડતા ચાર લોકોને ઈજા પહોંચી હતી. તો એકની હાલત ગંભીર હતી. તો બીજી તરફ, જામનગર શહેરમાં રણજીતનગર પટેલ સમાજમાં એક માલવાહક લિફ્ટમાં કેટરિંગનું કામ કરી રહેલા ૧૭ વર્ષના તરુણનું મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી ફેલાઈ હતી.