- નિકોલમાં આગ લાગતા બે વ્યકિતના મોત નિપજયા
- અરીહંત એસ્ટેટમાં કારખાનામાં આગ લાગતા બે લોકોના મોત
- ફાયરની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
નિકોલના અરીહંત એસ્ટેટમાં આગ લાગતા બે કામદારોના મોત થયાની ઘટના સામે આવી છે.ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવાઈ ગયો છે.ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.તો પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી છે.પ્રાથમિક રીતે બોઈલર ફાટતા આગ લાગી હોવાનુ સામે આવ્યું છે.
આગને કાબુમાં લીધી
મળતી માહિતી મુજબ, ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે ઓઢવ વિસ્તારમાં રીંગ રોડ પર શબરી હોટલની ગલીમાં અરિહંત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે અને આગ લાગી છે. જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. ફાયર બ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી છે.

બંસી પાવડર કોટિંગ કંપનીમાં લાગી હતી આગ
મૃતક રમેશ પટેલ- માલિક
પવનકુમાર -કારીગર
ઇજાગ્રસ્ત
વાસુ ભાઈ રમેશ ભાઈ પટેલ માલિકનાં પુત્ર
સુરપાલ ઠાકોર
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી, ત્યારે બે વ્યક્તિઓ બ્લાસ્ટના કારણે ગંભીર રીતે ઈજા થતા ઘટનાસ્થળે જ મૃત હાલતમાં મળી આવ્યા હતા. બે લોકોને આગ લાગવાના કારણે ઈજાઓ થઈ હતી, જેથી તેઓને એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
સુરતમાં 21 જૂને આગ લાગતા એક યુવતીનું મોત
સુરતના લિંબાયત વિસ્તારમાં વહેલી સવારે આગની દુર્ઘટના સામે આવી હતી. લિંબાયત વિસ્તારમાં દુકાનની ઉપર બનેલા રહેણાક મકાનમાં રહેતો પરિવાર આગનો ભોગ બન્યો હતો, જેમાં ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જ્યારે એક યુવતીનું આગમાં ભડથું થઈ જતા મોત નિપજ્યું છે. કહેવાય છે કે, ઈ બાઈક આખી રાત ચાર્જિંગમાં મુક્યું હતુ, જ્યાં આગ લાગી હતી.
7 માર્ચ 2024ના રોજ લાગેલી આગમાં એક બાળકનું મોત
દાણીલીમડામાં આવેલા પટેલ વાસમાં આવેલા ખ્વાજા ફ્લેટમાં ભીષણ આગ લાગી હતી. આગના કારણે બાળકો સહિત નવ જેટલા લોકોને અસર થઈ હોવાના સમાચાર મળી રહ્યા હતી. આ ગોઝારી આગમાં એક નાનકડા બાળકનું મોત નિપજ્યુ હોવાની માહિતી મળી હતી. જોકે, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો હતો.અસરગ્રસ્ત લોકોને સારવાર માટે એલ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.