• શોર્ટસર્કિટના કારણે ઘરના મંદિરમાં આગ
  • ડિંડોલીમાં આવ્યું છે કોર્પોરેટર અમિતસિંઘનું ઘર
  • ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબૂ

સુરતમાં ભાજપના કોર્પોરેટરના ઘરે આગ લાગી હતી. જેમાં શોર્ટ સર્કિટને કારણે મંદિરમાં આગ ફાટી નીકળી હતી. ડિંડોલીમાં કોર્પોરેટર અમિત સિંગ રાજપુતનું ઘર આવ્યું છે. પૂર્વ શાસક પક્ષના નેતા અમિતસિંગ રાજપૂતના ઘરે પૂજા રૂમમાં આગ ફાટી નીકળી હતી.

ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો

ઘરમાં આગ ફાટી નિકળતા ફાયરની ટીમ તાત્કાલિક આવી ગઇ હતી. જેમાં ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. તેમાં મંદિરની બાજુમાં જ ઈલેક્ટ્રિક બોર્ડ પણ હતુ. સંભવત શોર્ટ સર્કિટ થવાને પગલે મંદિરમાં આગ લાગી હોવાનું અનુમાન છે. અગાઉ આપના કોર્પોરેટરના ઘરે આગ લાગી હતી. તેમજ આપ કોર્પોરેટરના પુત્રનું આગની ઘટનામાં મોત નીપજ્યું હતુ.

કોર્પોરેટર જીતુ કાછડીયાના 17 વર્ષીય પુત્રનું આગની ઘટનામાં મોત

સુરતના મોટા વરાછા વિસ્તારમાં કોર્પોરેટર જીતુ કાછડીયાના 17 વર્ષીય પુત્રનું આગની ઘટનામાં મોત નિપજ્યુ હતુ. મોટા વરાછામાં આનંદધારા સોસાયટીમાં રહેતા AAPના કોર્પોરેટર જીતુ કાછડીયાના ઘરે આગની ઘટના બની હતી. આગ લાગી ત્યારે સાત વ્યક્તિઓ ઘરમાં હતા. તમામ વ્યક્તિઓ બહાર નીકળી ગયા હતા પરંતુ 17 વર્ષથી એપ્રિન્સ કાછડીયા બહાર નીકળી શકતા મોત નિપજ્યુ હતુ.


  • Follow us on: