ભારત અને પાકિસ્તાન યુદ્ધના મેદાને છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને માર્યા છે. ત્યારે હવે ભારતનો આ હુમલો જોઈ નફ્ફટ પાકિસ્તાને પોતાનું ડ્રોન ગુજરાતના એક શહેર તરફ છોડ્યું હતું પરંતુ ભારતે દુશ્મન દેશને તેની આ હરકતને પણ હરાવી દીધી હતી.


જામનગરમાં પાકિસ્તાનના ડ્રોનથી હુમલાનો પ્રયાસ નિષ્ફળ

પાકિસ્તાનના દરેક પ્રયાસને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી રહી છે. કારણ કે જામનગરમાં પાકિસ્તાનના ડ્રોનથી હુમલાનો પ્રયાસ એ ભારતે નિષ્ફળ કર્યો છે. આ ઘટના બાદ આખા શહેરમાં અંધારપટ છવાયો હતો અને બ્લેકઆઉટ જેવી સ્થિતિ સર્જાઈ હતી.


ભારતે પાકિસ્તાનના કુલ 50 ડ્રોન હવામાં તોડી પાડ્યા

ગુજરાતના જામનગરમાં આજે વહેલી સવારે 4:00 વાગ્યે પાકિસ્તાનનું ડ્રોન જોવા મળ્યું હતું જેને ભારતીય સેનાએ તરત જ તોડી પાડ્યું હતું. સુદર્શનથી પાકિસ્તાનના ડ્રોનને તોડી પાડ્યું હોવાની માહિતી સામે આવી છે. ભારતે પાકિસ્તાનના કુલ 50 ડ્રોન હવામાં તોડી પાડ્યા છે.

ભારતે પાકિસ્તાન પર કરી આકરી કાર્યવાહી

તમને જણાવી દઈએ કે, પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ દેશભરમાં આ કાયરતાપૂર્ણ હુમલાને લઇને ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે ભારતે આ હુમલાનો વળતો જવાબ આપતા 6 અને 7ની રાત્રીએ ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં હુમલો કર્યો હતો જેમાં 9 આતંકવાદી ઠેકાણા પર હુમલો કરતા અનેક લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.


  • Follow us on: