• પોલીસે ડોકટર ભાવેશ વસાવાની કરી ધરપકડ
  • ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવી હતી નર્સ
  • યુવતીએ તબીબ સામે નોંધાવી હતી ફરિયાદ

વડોદરામાં ડો.ભાવેશ વસાવાને નર્સ સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચય થયો હતો અને વર્ષ 2023 સપ્ટેમ્બરથી 1 જૂન સુધી નર્સને લગ્નનની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું,આખરે ડોક્ટરે લગ્નની ના પાડતા નર્સે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ ને આધારે ડો.ભાવેશ વસાવાની ગોત્રી પોલીસે ધરપકડ કરી છે અને ડો.ભાવેશ વસાવા ને જેલ હવાલે કરી દેવાયો છે.

ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવે છે ડોકટર

મૂળ છોટાઉદેપુરની અને વડોદરામાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી 27 વર્ષીય યુવતીની ઓળખાણ મૂળ રાજપીપળાના અને વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવતા ડોક્ટર ભાવેશ વસાવા (ઉ.29) સાથે ઈન્સ્ટાગ્રામ થઈ હતી. યુવતી ગોત્રી વિસ્તારમાં આવેલા ભાડાના મકાનમાં રહે છે. જ્યાં ડોક્ટરે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.

આજે કોર્ટમા કરાશે રજૂ

આ મામલે પીડિત યુવતીએ ડોકટર સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ગોત્રી પોલીસે આરોપી ડોક્ટર ભાવેશ વસાવાની ધરપકડ કરી હતી. ગોત્રી પોલીસે યુવક અને પીડિત યુવતીનું મેડિકલ કરાવીને વધુ તપાસ શરૂ કરી છે. આરોપી તબીબને રિમાન્ડ માટે વડોદરા કોર્ટમાં આજે રજૂ કરવામાં આવશે. ​​​​​​​વડોદરા શહેરમાં દિવસે ને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. આરોપી યુવક તબિયત છે અને યુવતી પણ સ્ટાફ નર્સ તરીકે કામ કરે છે જેને પગલે તબીબી જગતમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.

18 માર્ચ 2024ના રોજ વડોદરામાં બની આવી જ ઘટના

વડોદરા ગોત્રી મેડિકલ કોલેજના ઈન્ટર્ન તબીબે તબીબી વિધાર્થીની સાથે દુષ્કર્મ આચરતાં હડકંપ મચી જવા પામ્યો હતો. તબીબી વિધાર્થીનીને ઓડિયો રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી ઈન્ટર્ન તબીબે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આરોપી નિર્ભય પ્રકાશભાઇ જોષી ગોત્રી મેડિકલ કોલેજના મેડિકલના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે અને ગોત્રી મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહે છે. મેડિકલના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિની તેના સિનિયર અને રેસિડેન્ટ તબીબ નિર્ભય જોષી પાસે અવારનવાર માર્ગદર્શન લેવા માટે જતી હતી. જેને લઈ બંને વચ્ચે સારી મિત્રતા બંધાઈ હતી.

  • Follow us on: