- 2023માં 51,18,955 પ્રવાસીઓએ મુલાકાત લીધી
- 5 વર્ષમાં પ્રથમવાર પ્રવાસીનો આંકડો 1.80 કરોડને પાર
- 5 વર્ષમાં 1 કરોડ 80 લાખ પ્રવાસીઓએ SOUની મુલાકાત લીધી
તહેવામાં પ્રવાસીઓ માટે વિશ્વની સૌથી ઊંચી ઈમારત સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રેકોર્ડબ્રેક પ્રવાસીઓ ઉમટ્યા છે. જેમાં 2023 ના વર્ષમાં SOU ખાતે 51,18,955 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. જે સાથે જ SOU ના અધિકારીઓ દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
આ અંગેની માહિતી અનુસાર, આ વર્ષે SOU ખાતે 51,18,955 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. આ સાથે જ 2018 માં લોકર્પણ કર્યા બાદ 5 વર્ષ માં પ્રથમવાર રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ નોંધાયા છે. જે સાથે જ 5 વર્ષમાં 1 કરોડ 80 લાખ પ્રવાસીઓએ SOUની મુલાકાત લીધી છે.













