- ભાવનગરના ત્રણયુવકોને રાજસ્થાનમાં બંધક બનાવાયા
- રાજસ્થાનના ભીંસોડી ગામે યુવકોને બંધક બનાવાયા
- સોશિયલ મિડીયા દ્વારા સસ્તો ભંગાર ખરીદવા ગયા હતા યુવક
ઓનલાઈન વેપાર કરતાં યુવકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભાવનગર થી રાજસ્થાન ના ભીંસોડી ગામે સ્ક્રેપ નો સામાન લેવા જતા 3 યુવકોને બંધક બનાવવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. સોશિયલ મીડિયા ના માધ્યમ થકી સસ્તા ભાવે સ્ક્રેપ નો માલ લેવા જતા યુવકોને બંધક બનાવવામાં આવ્યા છે.
આ અંગેની માહિતી અનુસાર, ફેસબુકના માધ્યમ થી રાજસ્થાન સ્ક્રેપ લેવા ગયેલા યુવકોને બંધક બનાવી રૂપિયા મંગાવવામાં આવ્યા છે. જેમાં 3 યુવકો પોતાનો જીવ બચાવવા માટે પરિવારજનો પાસે રૂપિયા મંગાવતા પરિવારજનો ને શંકા જતા પોલીસ પાસે મદદ માંગવામાં આવી છે.













