• એક જ દિવસમાં 1 લાખ જેટલી ડુંગળીની ગુણી આવક
  • કુલ 94700 ડુંગળીની ગુણીનું આજે વેચાણ થયું હતું
  • આજે ડુંગળીના ભાવમાં 120 થી લઇ 270 સુધી રહ્યાં

રાજ્યમાં ડુંગળી પકવતાં ખેડૂતો માટે ખુશ ખબર છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનું રેકોર્ડ બ્રેક વેચાણ થયું છે. ભાવનગરમાં ડુંગળીનું રેકોર્ડ બ્રેક વેચાણ થતાં વેપારીઓ અને ખેડુતોને બમણી આવક થતાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ભાવનગરમાં એક જ દિવસમાં 1 લાખ જેટલી ડુંગળીની ગુણી આવક થઈ હતી. કુલ 94,700 ડુંગળીની ગુણીનું એક જ દિવસમાં વેચાણ થયું છે. ડુંગળીના ભાવમાં રુ. 120 થી લઈને 270 સુધી રહ્યાં હતાં.

રેકોર્ડ બ્રેક વેચાણ 

તાજેતરમાં જ ડુંગળી પકવતાં ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ પેદા થઇ હતી. તાજેતરમાં સમાચાર મળ્યાં હતાં કે, ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ખેડૂતોને પોષણશ્રમ ભાવનો અભાવ હતો. ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ડુંગળીની જોરદાર આવક થઇ રહી છે. તે સાથે જ આજે માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક વેચાણની સાથે સારા ભાવે ડુંગળીનું વેચાણ થતાં ખેડૂતોને પોષણશ્રમ ભાવ મળી રહ્યાં હતાં.

તાજેતરમાં ડુંગળીએ ખેડૂતોને રડાવ્યાં હતાં

ત્યારે થોડા સમય પહેલાં ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવકો થઇ હતી. પરંતુ ડુંગળીની બમ્પર આવક સામે ભાવ તળિયે બેસી ગયા હતા અને છેલ્લા 24 કલાકમાં ભાવનગર માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલોછલ ભરાઇ ગયું હતું અને યાર્ડમાં અઢીથી ત્રણ લાખ ડુંગળીની બોરીની આવક થઈ હતી. લાલ ડુંગળીના ખેડૂતોને હરાજી દરમિયાન કિલોએ પાંચથી આઠ રૂપિયાનો જ ભાવ મળી રહ્યો હતો. જેના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો. રેકોર્ડ બ્રેક ડુંગળીની આવક સામે ખેડૂતોને પોષણશ્રમ ભાવ નહીં મળતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ડુંગળીની પુષ્કળ આવક સામે ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને સબ યાર્ડ ખાતે ડુંગળી ઉતારવામાં આવી છે જે બંને યાર્ડ ડુંગળીથી છલકાઈ ગયા હતાં.

  • Follow us on: