• 20 કિલોના 100 થી લઇ 220 સુધી પહોંચ્યો
  • 2.5 થી 3 લાખ ગુણી થેલાની આવક થઈ
  • નિકાસબંધ હોવાના કારણે મુશ્કેલી વધી

સમગ્ર દેશમાં ડુંગળીના ઉત્પાદન માટે ભાવનગર જિલ્લો મહારાષ્ટ્રના નાસિક બાદ બીજા નંબર આવે છે અને હાલ ડુંગળીની આવક તેના મધ્યાહનના સમયે પહોંચી છે. આ વચ્ચે ભાવનગર સહિત જિલ્લાના યાર્ડમાં માલનો ભરાવો થવા પામ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં આજે 2.5 થી 3 લાખ ગુણી થેલાની આવક થવા પામી છે. આમા ડુંગળીના ભાવો 20 કિલો ના 100 થી લઇ 220 સુધી પહોચ્યો છે. જેના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.


ભાવનગર જિલ્લા માં સરેરાશ 30000 હેકટરમાં ડુંગળીનું વાવેતર થાય છે. જો કે મોંઘા બિયારણો, ઊંચી મજૂરી ચૂકવ્યા બાદ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂત પાયમાલ થતા હોય છે. આજે ભાવનગર યાર્ડમાં ડુંગળી ના ભાવ 100 થી 220 બોલાયો છે. બીજીબાજુ ઉપરના લેવલે માંગ છે નહીં અને પુરવઠો સ્થાનિક કક્ષાએ વધી જતા હાલ ભાવ તળિયે બેસી ગયા છે. તેમજ યાર્ડના સત્તાધીશો એ આજ થી એક સપ્તાહ માટે યાર્ડમાં ડુંગળી નહીં લાવવા ખેડૂતોને તાકીદ કરી દીધા છે.

તેમજ ડુંગળી પકવતા ખેડૂતો મોંઘા ભાવના બિયારણો અને ઊંચી મજૂરી ચૂકવીને ડુંગળી પકવે છે. પરંતુ જયારે તેમનો માલ બજારમાં આવે છે ત્યારે પૂરતા ભાવ નહીં મળતા તેમને રાતાપાણી એ રડવાનો વારો આવે છે. હાલ નિકાસ બંધ હોવાનો અમલ પણ શરૂ હોય જેથી ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી તે નક્કી છે.

  • Follow us on: