• આસોજ પાસે જ ટ્રકની કેબિનમાં હાર્ટ એટેકથી મોત
  • ટ્રકમાં ઊંઘતી વખતે જ આવ્યો હાર્ટ એટેક
  • સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી

વડોદરામાં ટ્રકની કેબિનમાં હાર્ટ એટેકથી ડ્રાઈવરનું મોત થયુ છે. જેમાં આસોજ પાસે જ ટ્રકની કેબિનમાં હાર્ટ એટેકથી મોત થયુ હતુ. તેમાં ટ્રકમાં ઊંઘતી વખતે જ હાર્ટ એટેક આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આસોજ પાસે જ ટ્રક ની કેબિનમાં હાર્ટ એટેકથી ડ્રાઇવરનું મોત

આસોજ પાસે જ ટ્રક ની કેબિનમાં હાર્ટ એટેકથી ડ્રાઇવરનું મોત થયુ છે. 53 વર્ષીય ડ્રાઇવર મહેન્દ્રસિંહ સિહોર તાલુકાના માંજરોલ ગામમાં રહેતો હતો. આસોજ પાસે ટ્રાન્સપોર્ટનો સામાન ભરી કંપનીમાં સામાન ખાલી કરવા ગયો હતો. ટ્રક આખો દિવસ લાઇનમાં ઊભી રહેવા છતાં ખાલી નહીં થતા કેબિનમાં સુઈ ગયો હતો. જેમાં ટ્રક ખાલી કરવા કંપનીના માણસો કહેવા જતા ઉઠાડવા છતાં ડ્રાઇવર મહેન્દ્રસિંહ ઉઠ્યો ન હતો.

મહેન્દ્રસિંહના પુત્રએ પોલીસમાં જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી

કંપનીના એચ.આર.એ ટ્રક માલિકને જાણ કરી હતી. જેમાં ડોક્ટરને સ્થળ પર બોલાવી પ્રાથમિક તપાસ કરાવતા હાર્ટ એટેકથી મોત થયું હોવાનું તારણ આપ્યું હતુ. મહેન્દ્રસિંહના પુત્રએ પોલીસમાં જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે. 

  • Follow us on: