નાસિકની મહિલાએ અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં કરેલી પોલીસ ફરિયાદમાં નવો વળાંક સામે આવ્યો છે, મહિલા 3 માર્ચે અમદાવાદના આનંદનગર આવ્યા હતા અને દર્શન મહેતાએ મહિલા ફરિયાદીના ભાઈને ચણા વેચ્યા હતા અને તેની સામે 41 લાખ આપ્યા તો પણ સામે પક્ષે 1 કરોડની ઉઘરાણી કરી રહ્યા હતા જેમાં ફરિયાદીએ ચેક આપીને પૈસા પરત આપવા MOU કર્યા હતો, મહિલાએ પૈસાની લેતીદેતીના વિવાદમાં ફરિયાદ નોંધાવી છે.
પરિવારજનો બેસાડીને આનંદનગર પોલીસ સ્ટેશનની બહાર પાકીંગમાં લઈ ગયા હતા
નાસિકથી એક મહિલા, તેમના ભાઈ અને પુત્રી સાથે સાળંગપુર ખાતે દર્શન કરીને પરત ધરે જતા હતા ત્યારે તેઓ તેમના એક પરિચિતને એસજી હાઇવે પર કર્ણાવતી કલબ ચાર રસ્તા પાસે મળવા ઉભા રહ્યા હતા ત્યારે તે પરિચિતના અન્ય સાગરીતો ત્યાં આવીને મહિલા અને તેના પરિવારજનો સાથે પૈસાની માંગણીઓ કરી હતી. થોડીવાર બાદ પોલીસની ગાડી ત્યાં આવીને એક મહિલાકર્મી સહિત બે કમીઓ મહીલા અને તેના પરિવારજનો બેસાડીને આનંદનગર પોલીસ સ્ટેશનની બહાર પાકીંગમાં લઈ ગયા હતા.
અમદાવાદમાં રહેતા દર્શિત શાહ બેંક એકાઉન્ટ ખોલાવતો હોવાથી તેમણે તેની સાથે પરિચય થયો
જ્યાં મહિલા, તેની દિકરી અને તેના ભાઈને પૈસા માંગતી ટોળકીના હવાલે પોલીસકમીઓએ કરી દીધા હતા. આ ઉપરાંત બંદુક બતાવીને લખાણ તેમજ કોરા ચેક પર સહીઓ કરાવી, ૩૦ હજાર પડાવીને જવા દીધા હતા. આ બાદ પણ ટોળકીએ ફોન કરીને મહિલાને હેરાન કરતા નાસિકમાં ઝીરો નંબરથી પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ નાસિકમાં ૪૦ વર્ષીય મહિલા તેના પરિવારજનો સાથે રહે છે. મહિલા અગાઉ બે ખાનગી બેંકમાં એકાઉન્ટ ઓપનીંગ મેનેજર તરીકે નોકરી કરી ચૂકી છે. આ નોકરી દરમ્યાન મહિલા પાસે અમદાવાદમાં રહેતા દર્શિત શાહ બેંક એકાઉન્ટ ખોલાવતો હોવાથી તેમણે તેની સાથે પરિચય થયો હતો.
મહિલા પાસે રૂપિયાની માંગણી કરાઈ
મહિલાએ દર્શીતને ફોન કર્યો ત્યારે તેણે કહ્યું કે, તમે રીર્ટનમાં મળીને જજો. જેથી મહિલાએ રીર્ટનમાં કણાવતી કલબ ચાર રસ્તા પાસે આવીને દર્શીતને ફોન કરતા તેઓ એકલો ત્યાં આવ્યો હતો. થોડીવાર બાદ ૧૦થી ૧૫ લોકો ત્યાં આવીને દર્શીત અને મહિલાના પરિવારજનોને ઘેરી લીધા હતા. આ શખ્સોએ દશીતની સાથે સાથે મહિલા પાસે પૈસાની માંગણી કરી હતી.
પોલીસનો રોલ શંકાસ્પદ છે !
જેમાં ૧૦ શખ્સો પૈકી એક વ્યક્તિએ પોતે દર્શન મહેતા છે તેમ કહીને તેણે પોલીસને ફોન કરતા ત્યાં પોલીસની ગાડી આવી હતી. તેમાંથી એક મહિલા અને એક પુરૂષ બન્ને પોલીસનો યુનિકોર્મ પહેરીને નીચે ઉતયાં હતા. બાદમાં પોલીસ યુનિફોર્મ પહેરેલ બન્ને કર્મીઓએ પોલીસની ગાડીમાં મહિલા અને તેની દિકરીને બેસાડીને આનંદનગર પોલીસ સ્ટેશનની બહાર લઈ ગયા હતા. જ્યારે દર્શીત, દર્શન સહિતના શખ્સોએ મહિલાના ભાઈની ગાડીમાં બેસીને તેઓ પણ ત્યાં ગયા હતા. જ્યાં પોલીસ સ્ટેશનમાં લઇ જવાની જગ્યાએ યુનિકોમ પહેરેલ બન્ને વ્યક્તિઓએ મહિલાનું પર્સ અને મોબાઈલ લીધો હતો, પોલીસકમીએ મહિલાને વોશરૂમ પણ જવા દીધા ન હતા.